ગિર પંથકની વિશ્ર્વ વિખ્યાત કેસર કેરીનું ઉત્પાદન એવરેજ થશે
મે માસમાં સારી કેસર કેરી ઊંચા ભાવ સાથે બજારમાં આવશે
બજારમાં ખાખડીના ભાવ ગગડયા, 100થી 150 જોવા મળ્યા
શરૂઆતમાં 10 કિલો કેરીના બોક્સના 1500થી 2000 હજાર રહેશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જૂનાગઢ સહીત ગીરની વિશ્વ વિખ્યાત કેસર કેરી ગીર સોમનાથ અને અમેરલી જિલ્લામાં પણ પુષ્કળ પ્રમાણમાં થાય છે. ગત વર્ષે પણ વાતાવરણમાં ફેરફારના કારણે કેસરનું ઉત્પાદન ઘટ્યું હતું જયારે આ વર્ષે પણ ડિસેમ્બર મહિનામાં ઠંડી પડતા શરૂઆતમાં આંબાના બગીચામાં આવેલ ઘણાખરા મોર બળી જતા કેસર કેરીનો પાક ઓછો થવાની ધારણા ખેડૂતો સેવી રહ્યા છે.અને જયારે જાન્યુઆરીમાં નવું ફ્લાવરિંગ થયું તે કેરી બજારમાં થોડી મોડી આવશે અને સારી ખાવા લાઈક કેસર કેરી 15 મેં આસપાસ બજારમાં આવશે પણ ઊંચા ભાવ જોવા મળશે.આમ હજારો હેકટરમાં કેસર કેરીના આંબાવાડિયુંમાં ફલાવરીંગ બળી જતા ખેડૂતોમાં પણ ચિંતા વધી છે. વર્ષમાં એકવાર કેસર કેરીનો સ્વાદ ચાખવા મળતા લોકોમાં અનેરો ઉત્સાહ હોઈ છે. અને સારી કેસર કેરી ખાવા વાળા સ્વાદના શોખીન લોકોને મોંઘી પડશે મેં માસમાં કેસર કેરીનું આગમન થશે અને પ્રારંભમાં 10 કિલો કેસર કેરીના બોક્સનો ભાવ રૂપિયા 1500 થી 2000 જોવા મળશે અને સીઝન પૂર્ણ થવાને આરે હશે ત્યારે 600 થી 700ના ભાવ જોવા મળશે જયારે એક માસ પેહલા પ્રથમ કેસર કેરીની ખાખડીનું આગમન થયું ત્યારે બજાર કિમંત 1 કિલોના રૂપિયા 1000 હતા હવે તે ઘટીને 100 થી 150 સુધી ઘટતા જોવા મળી રહ્યા છે હવે જયારે કાચી કેસર કેરીની સીઝન શરુ થશે અને ગૃહિણીઓની અથાણાંની સીઝન પણ જોવા મળશે. રતાંગ ગીરના કેસર કેરીનું મોટાપાયે ઉત્પાદન કરતા ખેડૂત સંજયભાઈએ જણાવ્યું હતું કે, કેસર કેરીના પાક ઓછો થવાની ધારણા છે જે સમગ્ર ગીર વિસ્તારમાં જોવા મળી રહી છે.
જયારે જાન્યુઆરી અને ડિસેમ્બર મહિનામાં ખુબ મોટા પાયે આંબાના ઝાડ પર ફલાવરીંગ જોવા મળ્યું હતું પણ જે ડિસેમ્બર મહિનામાં ખુબ ઠંડી જેના લીધે તેની અસર ફલાવરીંગ પડી અને ઘણે ખરે અંશે ફ્લાવરિંગ બળી જતા તેની સીધી અસર કેરીના ઉત્પાદન પર જોવા મળશે અને ત્યારે ફરી જે ફલાવરીંગ થયું તે સારું છે પણ તે કેસર કેરી બજારમાં થોડી મોડી આવશે આમ કેસર કેરીની માંગ એટલી છે છતાં એવરેજ ઉત્પાદન જોવા મળશે આ વર્ષે જે રીતે વાતાવરણમાં ઠંડી, ઝાકળ અને ગરમીની મિશ્ર ઋતુના કારણે ફલાવરીંગમાં ઘણીખરી અસર જોવા મળી છે.જેની સીધી અસર કેરીના ઉત્પાદન પર જોવા મળશે તેમ સંજયભાઈએ જણાવ્યું હતું. જૂનાગઢ ગીર સહિત મેંદરડા, માળીયાહાટીના, તાલાલા સહિત ગીર પંથકમાં આંબાના બગીચા આવેલા છે પરંતુ છેલ્લા કેટાલક વર્ષોથી કુદરતી આફત કેરીના ફાલને નુકશાન કરી રહી છે આ ખવતે પ્રારંભિક તબકકામાં આંબાના ઝાડમાં પુષ્કળ પ્રમાણમાં મોર ફુટવાની પ્રક્રિયા જોવા મળતા કેરીના પાકનું વિપુલ ઉત્પાદન થશે તેવી બાગાયતી પાક લેતા ખેડૂતોમાં આશા બંધાઇ હતી પરંતુ ત્યાર બાદ અચાનક જ પ્રતિકુળ હવામાનથી ખીલેલા મોર કાળા પડવાની સાથે ખરી પડવાની પક્રીયા શરૂ થતા ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાઇ ગયા છે.
આંબાના બગીચાને પાક વીમા યોજના હેઠળ આવરી લેવા માંગ
મોરમાં મધિયો નામનો રોગ ફેલાઇ જતા તેને અટકાવવા માટે દવાઓનો છંટકાવ સહિતની મહેનત પણ કારગત નિવડી નથી તેમ ખેડૂતોનું કહેવુ છે. દર વર્ષે આંબામાં આ સ્થિતિ સર્જાતી હોવાથી ખેડૂતોને નુકસાની જ વેઠવાનો વખત આવે છે. સરકાર દ્વારા આંબાના બગીચાને પાક વીમા યોજના હેઠળ સમાવી લેવામાં તો સંભવિત નુકસાનમાંથી રાહત મળી રહે તેમ છે દર વર્ષે કોઇને કોઇ કુદરતી આફત કેરીના પાકને ગંભીર અસર પહોંચાડી રહી છે ત્યારે કેરીના પાકને પણ વીમા કવચ મળે તેવી ખેડૂતોમાંથી પ્રબળ માંગ ઉઠી છે.