ધ્રાંગધ્રામાં વીજ કંપનીની બેદરકારી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા શહેરમાં રહેણાક વિસ્તારોમાં આવેલા વીજ ટ્રાન્સફોર્મર ફરતે લગાવેલી સેફ્ટી ગ્રિલ તૂટેલી હાલતમાં છે. જેના કારણે દુર્ઘટનાનો ભય સેવાઈ રહ્યો છે. સ્થાનિકોએ ઙૠટઈકની બેદરકારી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે અને તાત્કાલિક સમારકામની માંગ કરી રહ્યા છે.
- Advertisement -
શહેરના અનેક રહેણાક વિસ્તારોમાં ટ્રાન્સફોર્મર ફરતે લગાવવામાં આવેલી લોખંડની સેફ્ટી ગ્રિલ જર્જરિત થઈ ગઈ છે અથવા તૂટી ગઈ છે. એકવાર લગાવ્યા પછી તેની કોઈ સારસંભાળ લેવામાં આવતી નથી. એટલું જ નહીં, ટ્રાન્સફોર્મર ફરતે બાવળની ઝાડી-ઝાંખરા પણ ઊગી નીકળ્યા છે. જેની સમયાંતરે સફાઈ કરવામાં આવતી નથી.
તૂટેલી સેફ્ટી ગ્રિલને કારણે રખડતા પશુઓ ઘણીવાર ટ્રાન્સફોર્મરની નજીક પહોંચી જાય છે અને વીજ શોક લાગવાના બનાવો બને છે. આ ઉપરાંત રહેણાક વિસ્તારોમાં રમતા બાળકો માટે પણ ખુલ્લા ટ્રાન્સફોર્મર કોઈપણ સમયે ગંભીર દુર્ઘટનાનું કારણ બની શકે છે.



 
                                 
                              
        

 
         
         
        