આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી સેલિબ્રિટીઝના ઘણા વીડિયો હાલના સમયમાં સામે આવી રહ્યા છે. બોલિવૂડ બાદ હવે ક્રિકેટર સચિન તેંડુલકર પણ ડીપફેકનો શિકાર બન્યો છે.
વિશ્વ ક્રિકેટ પર દસકાથી રાજ કરનાર મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને આજે કોઈ ઓળખની જરૂર નથી. જે આજે ખુબ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે તેમને દુખ પહોંચ્યું છે. માસ્ટર બ્લાસ્ટર ડીપફેકના શિકાર બનતા તેને પોતાના ફેન્સને સતર્ક કર્યા છે.
- Advertisement -
These videos are fake. It is disturbing to see rampant misuse of technology. Request everyone to report videos, ads & apps like these in large numbers.
Social Media platforms need to be alert and responsive to complaints. Swift action from their end is crucial to stopping the… pic.twitter.com/4MwXthxSOM
— Sachin Tendulkar (@sachin_rt) January 15, 2024
- Advertisement -
છેલ્લા ઘણા સમયથી મોટી મોટી સેલિબ્રિટીઝ અને ક્રિકેટર ડીપ ફેકનો શિકાર બની રહ્યાં છે. ત્યારે સચિન તેંદુલકરે પોતાના ઓફિયલ અકાઉન્ટ પરથી વીડિયો શેર કરતા લોકોને કહ્યું કે વાયરલ થઈ રહેલો વીડિયો ફેક છે અને પોતાના ફેન્સને પણ સતર્ક રહેવાની સલાહ આપી છે. બોલિવૂડ એક્ટ્રેસનો ડીપફેક વીડિયો વાયરલ થયા બાદ હવે આ રેલો ક્રિકેટ સુધી પહોંચ્યો છે. ડિપફેકનો શિકાર બીજુ કોઈ નહી પણ હવે સચિન તેંડુલકર બન્યા છે. આ વીડિયોમાં સચિન તેંડુલકર એક એપને પ્રમોટ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સચિન તેંડુલકરના અવાજને ડબ કરીને AIની મદદથી ફેક વીડિયો બનાવવામાં આવ્યો છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે.
આ વીડિયો વાઈરલ થતાં સચિન તેંડુલકર તેના ઓફિશિયલ એકાઉન્ટ પર એ વીડિયોને શેર કરીને બધાને એલર્ટ કર્યા છે અને તેમને કહ્યું કે આ વીડિયો ખોટો છે અને કહ્યું કે લોકો કેવી રીતે ટેક્નોલોજીનો દુરુપયોગ કરી રહ્યા છે. હું દરેકને વિનંતી કરું છું કે આ વીડિયો, એપ અને પ્રમોશનની વધુમાં વધુ રિપોર્ટ કરો. થોડા દિવસ પહેલા જ ભારતીય ટીમના બેટ્સમેન શુભમન ગિલ સાથે સારાની એક તસવીર સામે આવી હતી. જેમાં બંને સાથે જોવા મળ્યા હતા.. પણ આ તસવીર પણ ફેક હતી.