સાબરકાંઠા જિલ્લામાં કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત ગત તા. ૧૬ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ વેક્સિનેશનનો પ્રથમ ડોઝ આપી જિલ્લામાં covid-19 વેક્સિનેશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ ડોઝ આપ્યા પછી ૨૮ દિવસ પૂર્ણ થતા ગાઇડલાઇન પ્રમાણે કોરોના રસીકરણના બીજા રાઉન્ડની શરૂઆત જિલ્લાના આરોગ્ય કેન્દ્રો પર કરવામાં આવી હતી. જેના ભાગરૂપે તા ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ હિંમતનગર, સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ ઇડર, ખેડબ્રહ્મા અને સામુહિક આરોગ્ય કેન્દ્ર વિજયનગર અને તલોદના નોંધાયેલા ૫૦૦ જેટલા લાભાર્થિઓ પૈકિ ૪૬૭ લાભાર્થીઓને કોરોના રસીનો બીજો ડોઝ લીધો હતો જેમાં ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના પ્રમુખ, સેક્રેટરી અને પ્રાઇવેટ ડોક્ટરોએ પણ બીજો ડોઝ લીધો હતો. સાથે લોકોને કોરોના રસી વિના સંકોચ લેવા માટે અપિલ કરી હતી.
જગદીશ સોલંકી.