ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
જૂનાગઢ એસટી ડિવિઝનમાં નો પાકિંગ ઝોન અને બસમાં ટિકિટ ચેકીંગ અંગેની કાર્યવાહી એસટી વિજિલન્સ સ્કવોડ કરતી હોય છે જે અંતર્ગત જૂન મહિનામાં 62 વાહનોને ડીટેઇન કરાયા હતાઅને 224ને મેમા અપાયા હતા. મામુલી રૂપિયા 26ની કટકી કરતો કંડકટર અને ટિકીટ વગર મુસાફરી કરતા નવ વ્યક્તિ ઝડપાયા હતા. એસટી બસ સ્ટેન્ડમાંથી પ્રાવઇવેટ વાહનોના સંચાલકો પેસેન્જર ઉઠાવી જતા હોવાનું અવનાર-નવાર ફરિયાદો ઉઠી રહી છે.
- Advertisement -
નો પાર્કિંગ ઝોન જાહેર કરાયેલ હોય છે પરંતુ નો પાર્કિંગની એસી તેસી કરી પ્રાઇવેટ વાહન ચાલકો પેસેન્જરને બસ સ્ટેન્ડમાંથી ઉઠાવી જવાની પ્રવૃતિ કરતા હોય છે જેને અટકાવવા એસટીની વિજિલન્સ સ્કવોડ દ્વારા નો પાર્કિંગ ઝોન અને સીઓ ચેકિંગ ડ્રાઇવ અંતર્ગત જૂન માસમાં બસ સ્ટેન્ડમાંથી મુસાફરો ખેંચી જવા મામલે 37 વાહનો ડીટેઇન, 112 મેમા આર. ર.57 લાખનો દંડ વસુલ કરાયો હતો. ટિકિટ મામલે વિજિલન્સ સ્કવોડ દ્વારા કરાયેલા એક મહિનામાં 450થી વધુ બસોના કરેલ ચેકીંગમાં ગીર-સોમનાથ ડેપોના કંડકટરે ટિકિટ આપ્યા વગર મુસાફરને બસમાં બેસાડી રૂા.26ની કટકી કરી હતી. વિભાગ દ્વારા તપાસ બાદ કંડકટર સામે કાયદાકીય કાર્યવાહી કરશે. જયારે વિવિધ રૂટો પર 9 મુસાફરો ટિકિટ વગર મુસાફરી કરતા ઝડપી લઇ રૂા.2500થી વધુ રકમનો દંડ વસુલ કરાયો હતો.