મોસ્કો એરપોર્ટ પાસે હુમલાનો બદલો
ખાસ-ખબર સંવાદદાતા
રશિયાએ વળતો હુમલો કરીશુંની યુક્રેનને ચેતવણી આપી હતી, એવામાં ફરી યુક્રેન પર હુમલા શરૂૂ કરી દીધા છે. અગાઉ કરતા બમણી તાકાતથી રશિયાએ યુક્રેન પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા હતા. બન્ને દેશો વચ્ચે સામસામે આખી રાત હુમલા થયા હતા જેમાં છ લોકો માર્યા ગયા છે.
- Advertisement -
રવિવારે પશ્ર્ચિમી યુક્રેન પર એક વિશાળ મિસાઇલ અને ડ્રોન હુમલો કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે રાતભર બન્ને દેશો વચ્ચે સામસામે મિસાઇલમારો ચાલ્યો હતો. જેમાં અનેક ઇમારતો ધ્વંસ થઇ ગઇ છે. જ્યારે છ લોકો માર્યા ગયા છે અને અનેક લોકો ઘવાયા છે. રશિયાની રાજધાની મોસ્કોના બીજા સૌથી મોટા એરપોર્ટ પાસે એક મોટો ડ્રોન હુમલો થયો હતો. જેને પગલે બીજા દિવસે રવિવારે આ એરપોર્ટને બંધ કરી દેવું પડયું હતું. જેથી અનેક મુસાફરો ફ્લાઇટ ન મળતા મુશ્ર્કેલીમા મુકાયા હતા.
યુક્રેને કહ્યું હતું કે રશિયાએ કેસ્પિયન સમુદ્ર ઉપર વિમાનથી ક્રૂઝ મિસાઇલો અને ઇરાની બનાવટના શહીદ નામના સ્ટ્રાઇક યૂએવી સહિત 70 ડ્રોન અને મિસાઇલો છોડી હતી. યુક્રેનના એક પ્રાંતના સૈન્ય પ્રમુખ સેરહી ડયૂરિને કહ્યંક હતું કે સ્ટારોકોસ્ટિએંટિનિવ પ્રાંતમાં એક બાદ એક ત્રણ વખત મિસાઇલો છોડવામાં આવી હતી. જેને કારણે અનેક ઇમારતોને નુકસાન થયું હતું, જ્યારે કેટલાક ગોડાઉનને આગ લાગી હતી. મોસ્કોના એરપોર્ટ પાસે થયેલો હુમલો યુક્રેને કર્યો હોવાના દાવા સાથે રશિયાએ કહ્યું હતું કે અમે વળતો પ્રહાર કરીશું. જેના બીજા જ દિવસે યુક્રેનના પણ એરપોર્ટને ટાર્ગેટ કરીને આ મિસાઇલમારો કર્યો હતો.