‘યુદ્ધનો અંત કૂટનીતિથી થવો જોઈએ’
ક્રુરતાની હદ, લાશો પર ડામ આપી બનાવે છે સ્વસ્તિકનું નિશાન
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ 40 દિવસ પછી પણ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં કિવ, ખાર્કિવ, બુચા અને મારિયુપોલ શહેર બરબાદ થઈ ગયાં છે. આ યુદ્ધમાં સતત નિર્દોષ લોકોનાં મોત થઈ રહ્યાં છે અને તેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. આ દરમિયાન હવે યુક્રેનના કોઈ ને કોઈ વિસ્તારમાંથી ભયાનક તસવીરો સામે આવી રહી છે. તાજેતરમાં જ યુક્રેનના સંસદસભ્ય લિજિયા વાસિલેંકે આરોપ લગાવ્યો છે કે રશિયન સૈનિકો છોકરીઓ સાથે દુષ્કર્મ કરીને તેમની હત્યા કરી રહ્યા છે. એ ઉપરાંત મૃતદેહો પર ડામ આપીને સ્વસ્તિકનાં નિશાન બનાવી રહ્યા છે. સોમવારે ટ્વીટ કરીને મહિલા સાંસદે કહ્યું છે કે રશિયન સૈનિકો 10 વર્ષની બાળકીઓને પણ નથી છોડતા અને તેમની સાથે પણ દુષ્કર્મ કરી રહ્યા છે.
- Advertisement -
લિજિયાએ તેમના એક ટ્વીટમાં કહ્યું છે કે રશિયન સૈનિકો લૂટ-ફાંટ, રેપ અને હત્યાઓ કરી રહ્યા છે. મહિલાઓના શરીર પર સ્વસ્તિક આકારના ડામ આપવામાં આવી રહ્યા છે. રશિયન માતાઓએ જેમને મોટા કર્યા છે તે રશિયન પુરુષોએ આ બધું કર્યું છે. રશિયા અનૈતિક ગુનાખોરીનો દેશ છે.
લિજિયાએ તેમના અન્ય એક ટ્વીટમાં ડામ આપીને સ્વસ્તિકનું નિશાન બનાવેલી તસવીર શેર કરીને લખ્યું છે કે આ મહિલાનો રેપ કરીને તેની હત્યા કરવામાં આવી છે. ઠેર-ઠેર લોકોના મૃતદેહો અને ખોદેલી કબરો દેખાય છે. રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન વધુ એક ચોંકાવનારી તસવીર સામે આવી છે.
રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ’બુચા નરસંહાર’ પર ભારતની પ્રતિક્રિયા
રશિયા અને યુક્રેન વચ્ચેના ‘બુચા હત્યાકાંડ’ પર ભારતની પ્રતિક્રિયા આવી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (ઞગજઈ)ની બેઠકમાં ભારતે ‘બુચા હત્યાકાંડ’ની નિંદા કરી છે અને સ્વતંત્ર તપાસની માંગને પણ સમર્થન આપ્યું છે. તમને જણાવી દઈએ કે રશિયન સેના પર કિવ નજીક બુચા શહેરમાં નરસંહારનો આરોપ છે. બુચાના લોકોનો દાવો છે કે રશિયન સેનાએ ત્યાં લગભગ 300 લોકોને નિર્દયતાથી મારી નાખ્યા છે. બૂચાની કેટલીક તસવીરો પણ સામે આવી હતી જેમાં રસ્તાઓ પર લોકોના મૃતદેહો વિખરાયેલા હતા. હવે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ ત્રિમૂર્તિએ આ સમગ્ર મામલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બુચા હત્યાકાંડની સ્વતંત્ર તપાસ થવી જોઈએ. તેઓ કહે છે કે બૂચાથી આવતા સમાચાર હેરાન કરે છે. આ સમગ્ર મામલે સ્વતંત્ર તપાસ જરૂરી છે. જ્યારે નિર્દોષ લોકોના જીવની વાત આવે છે ત્યારે માત્ર અને માત્ર મુત્સદ્દીગીરીથી જ શાંતિ સ્થાપિત થઈ શકે છે. ટીએસ ત્રિમૂર્તિએ ભારતનું સ્ટેન્ડ મક્કમ રાખ્યું છે. તેમના મતે, યુક્રેનની પરિસ્થિતિ હજુ બદલાઈ નથી.