હાલમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચીનના પ્રવાસ પર છે. ઇઝરાયલ- હમાસના યુદ્ધની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે ચીન પહોંચ્યા હતા. જ્યાં તેઓ ચીની સમકક્ષ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીની રાષ્ટ્રપતિ શી જિંનપિંગના નિમંત્રણને સ્વીકાર કર્યા પછી ક્રેમલિન રાષ્ટ્પતિ પુતિને ચીનના પ્રવા, માટે તૈયાર થયા હતા. આ પહેલા પુતિને ગયા વર્ષ માર્ચમાં ચીનનો પ્રવાસ કર્યો હતો.
પુતિને હેગની અદાલત દ્વારા વોંરટ જારી કર્યા પછી ઇન્ટરનેશનલ સીમાને પાર નથી કરી. એવામાં યુદ્ધગ્રસ્ત યુક્રેનનો પ્રવાસ સિવાય આ પુતિનનો પહેલો વિદેશ પ્રવાસ છે. પુતિન કેવળ એ જ દેશોના પ્રવાસ કરશે જેમની પાસે સુરક્ષાની ગેરંટી હોય અને ચીન તેમાંનો એક દેશ છે.
- Advertisement -
જો કે, ઓગસ્ટમાં દક્ષિણ આફ્રિકામાં યોજાનાર બ્રીક્સ સમ્મેલનમાં પણ રાષ્ટ્રપતિ પુતિન સામેલ નહીં થાય. તેઓ સપ્ટેમ્બરમાં દિલ્હીમાં યોજાયેલા જી-20 શિખર સંમેલ્લનમાં પણ હાજર રહ્યા નહોતા. ચીનના આ પ્રવાસ દરમ્યાન પુતિન અને શી જિનપિંગ હાલના સમયમાં ચાલી રહેલા ઇઝરાયલ અને હમાસના યુદ્ધ વિશે પણ ચર્ચા કરી શકે છે. મીડિયા રિપોર્ટય અનુસાર, પુતિન બેલ્ટ એન્ડ રોડ ફોરમ માટે ચીનનો પ્રવાસ કરી રહ્યા છે.