યુક્રેનના દક્ષિણપૂર્વી શહેર જાપોરિજ્જિયામાં રવિવિરના રશિયાના સૈનિકોએ મિસાઇલ એટેક કર્યો છે. આ એટેક અપાર્ટમેન્ટ બ્લોક અને રહેણાંક વિસ્તારમાં કર્યો હતો. મળેલી જાણકારી મુજબ, યુક્રેનમાં એર એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. મિસાઇલ એટેકમાં 18 લોકોની મૃત્યુ થઇ ગઇ છે. લગભગ 89 જેટાલ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં 11 બાળકો પણ સામેલ છે.
યુક્રેન અને રશિયાની વચ્ચે 24 ફેબ્રુઆરીથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાન હુમલાથઈ યુક્રેનના કેટલાક શહેર ખંઢેરમાં બદલી ગયા છે. મળેલી જાણકારી મુજબ, યુક્રેનના દક્ષિણપૂર્વી શહેરના જાપોરીજ્જિયામાં રવિવારના રશિયાના સૈનિકોને મિસાઇલથી એટેક કર્યો. આ એટેક રહેણાંક વિસ્તારમાં કરવામાં આવ્યો છએ. જેથી યુક્રેનમાં એર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
- Advertisement -
રવિવારના જાપોરિજ્જિયા પર કરવામાં આવેલા હુમલો છેલ્લા ત્રણ દિવસમાં આ રીતનો બીજો મોટો એટેક છે. રશિયાના વિમાને ઓછામાં ઓછી 12 મિસાઇલથી એટેક કર્યો હતો. આ દરમ્યાન 9 માળની બ્લિડિંગને ટાર્ગટ કર્યું હતું. હુમલામાં હાઇરાઇઝ એપાર્ટમેન્ટ તબાહ થઇ ગયું. જેની સાથે 5 માળના બીજા એપાર્ટમેન્ટને પણ નિશાનો બનાવવામાં આવ્યા.
ક્રીમિયા બ્રિજ પર થયેલા હુમલાના પુતિને આપ્યા તપાસના આદેશ
રશિયાના અધિકારીએ યુક્રેનને ક્રીમિયા બ્રિજ પર હુમલો કરનારને જવાબદાર ગણાવ્યો છે. રશિયા દ્વારા ક્રીમિયામાં સ્થાપીત કરેલ સંસદના પ્રમુખ વ્લાદિમીર કોન્સ્ટેટિનોવએ જણાવ્યું કે, પુલને આંશિક જ મુકસાન થયું છે, અને જલ્દી જ તેમને રિપોરિંગ કરવામાં આવશે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિનએ ક્રીમિયાને જોડનાર પુલ પર હુમલાને લઇને તપાસ કમિશનની રચના કરવાના આદેશ આપ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિના પ્રવક્તા દિમિત્રી પેસકોવએ જણાવ્યું કે, આ હુમલાને લઇને પુતિનએ તપાસ માટે તુરંત આયોગ બનાવવાના આદેશ જાહેર કર્યો છે.



