યુક્રેન યુદ્ધમાં પરમાણુ શસ્ત્રો વાપરવા વિચારો છો? તો કહ્યું ‘તેની કોઈ જરૂરત જ નથી’
ખાસ-ખબર ન્યૂઝ મોસ્કો, તા.14
- Advertisement -
રશિયાના સાર્વભૌમત્વ, સ્વાતંત્ર્ય અને રાષ્ટ્ર તરીકેના અસ્તિત્વ સામે જો ભીતિ ઉપસ્થિત થશે તો રશિયા પરમાણુ બોમ્બ પમ વાપરતા અચકાશે નહીં તેમ પ્રમુખ વ્લાદીવીર પુતિને સ્પષ્ટ કહ્યું હતું. બુધવારે રાજય હસ્તકના પ્રસાર માધ્યમને આપેલી મુલાકાતમાં વિશ્વના સૌથી વિશાળ રાષ્ટ્ર અને વિશ્વમાં સૌથી વધુ પરમાણુ બોમ્બ ધરાવતા રશિયાના સર્વેસવા પુતિને આ સાથે આશા પણ વ્યક્ત કરી હતી કે અમેરિકા યુદ્દને તેટલી હદે ચગાવશે નહીં કે જેથી પરમાણુ શસ્ત્રો વાપરવા પડે. આમ છતાં જરૂર પડે રશિયાના દળો, પરમાણુ શસ્ત્રો વાપરવા તૈયાર જ છે. યુક્રેન યુદ્ધમાં તમો પરમાણુ શસ્ત્રો વાપરવા વિચારો છો કે કેમ ત્યારે તેઓએ હળવા ભાવે કહી દીધું કે ” કોઈ જરૂરત જ નથી.”
આ સાથે તેઓએ વિશ્વાસપૂર્વક કહ્યું હતું કે યુક્રેનમાં રશિયા તેનું ધ્યેય સિદ્ધ કરી જ લેશે. તેમ છતાં મંત્રણા માટે પણ દ્વાર ખુલ્લા જ છે પરંતુ તેમાં જે કેં સમજૂતી સધાય તે માટે પશ્ચિમ તરફથી ખાતરી મળવી જરૂરી છે. પ્રમુખ પુતિનના આ ઈન્ટરવ્યુ ઉપરથી નિરીક્ષકો સ્પષ્ટ તારણ આપે છે કે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીને પશ્ચિમે અમેરિકાના નેતૃત્વ નીચે પહેલા રશિયા સામે ચઢાવી દીધો, તે આશાએ કે રશિયાનો શસ્ત્ર-સરંજામ ખલાસ થઈ જાય. પરંતુ તે ધ્યેય સિદ્ધ ન થયું. રશિયાએ ઉ.કોરિયા પાસેથી શસ્ત્રો પ્રાપ્ત કર્યાં. તો બીજી તરફ યુક્રેનને શસ્ત્રો પુરા પાડતા પશ્ચિમના શસ્ત્રો ખુટી રહ્યા. તેવામાં રશયાએ જ હમાસ-ઈઝરાયલ સંઘર્ષ શરૂ કરાવ્યો હોવાનું પણ સંભવિત છે. પશ્ચિમ ત્યાં ફસાયું છે. તેમાં ચીને તાઈવાનનો પ્રકટાવ્યો છે. અમેરિકાને તેને શસ્ત્રો આપવા જ પડે તેમ છે. નહીં તો પેસિફિક મહાસાગરનું પ્રવેશદ્વાર ચીન માટે ખુલી જાય તેમ છે.
મધ્ય પૂર્વમાં સીરીયામાં સંઘર્ષ એટલી હદે પહોંચી ગયા છે કે ત્યાં ધરતીકંપ થયો હોવા છતાં લડાઈ તો ચાલુ જ રહી છે. ત્યાં પણ રશિયા-અમેરિકા પરોક્ષ રીતે સામસામે આવી ગયા છે. આમ વિશ્વના સૌથી વિશાળ ભૂ-ભાગ- યુરેશિયામાંથી પશ્ચિમે રશિયાથી શરૂ કરી. સીરીયા-ઈઝરાયલ હમાસ અને હવે તો ઈરાન પણ તલવારો ખખડાવી રહ્યું છે. ત્યાંથી તાઈવાન, ફિલિપાઈન્સ અને પેસિફિક ટાપુઓ સુધી અને ઉત્તરમાં ચીન-જાપાન વચ્ચેના નગણ્ય ટાપુઓ અંગેના મતભેદો સુધી વધે. અશાંતિ પ્રવર્તી રહી છે.