- મેટલ, ખાતર, સિમેન્ટ સહિતના સંખ્યાબંધ ઉદ્યોગને ખરાબ અસર: વીજ કટોકટીથી એલ્યુમિનિયમ-ઝિંક ઉત્પાદકોની માઠી
રશિયા અને યુક્રેનના યુધ્ધ બાદ પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધ લાદતા વળતા પ્રહારમાં રશિયાએ અચાનક શુક્રવારે ગેસ પુરવઠો રોકી દેતા યુરોપમાં વીજળી અને ગેસના ભાવ રોકેટ ગતિએ વધતા યુરોપમાં મેટલ, સ્ટીલ, ખાતર ઉદ્યોગ સંકટમાં આવી ગયા છે. રશિયાના ગેસ બ્લેક મેઈલીંગથી ઉદ્ભવેલા ઉર્જા સંકટથી યુરોપમાં અસાધારણ કટોકટી સર્જાઈ છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ યુરોપમાં પાછલા એક વર્ષમાં વીજળીના ભાવ 110 ટકા વધ્યા છે. નેચરલ ગેસના ભાવ 120 ટકા વધ્યા છે. વીજળીના અસહ્ય ભાવ વધારાથી સૌથી માઠી અસર એલ્યુમિનિયમ અને ઝીંક ઉત્પાદકોને થઈ છે. અસહ્ય ખર્ચના કારણે ઘણા એલ્યુમિનિયમ સ્મેલ્ટર કામકાજ કરી રહ્યા છે.
એલ્યુમિનિયમની જેમ ઝિંકમાં થતા કેટલાક સ્મેલ્ટર ઉત્પાદનો બંધ કરી રહ્યા છે.
- Advertisement -
રશિયાના બ્લેક મેઈલીંગથી હાલ ઉદ્ભવેલા ઉર્જા સંકટથી યુરોપમાં અસાધારણ કટોકટી સર્જાઈ છે. ગેસનું રેશનીંગ કરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ શુક્રવારે યુરોપિયન નીતિ ઘડવૈયાની બેઠક મળવાની છે. તેમાં કદાચ વીજળીના વાયદા બંધ કરવાની પણ વિચારણા થશે.
ગેસની કટોકટીથી ખાતર કંપનીઓ સિમેન્ટ અને સ્ટીલ કંપનીઓના માર્જિન પણ દબાણમાં છે. રશિયા-યુક્રેનના સતત લંબાતા જતા યુધ્ધે મોટી ખાના ખરાબી યુરોપમાં સર્જી છે, અધૂરામાં પૂરું ચીનના શહેરોમાં પણ લોકડાઉન લંબાવાયું છે.