યુક્રેનનો વધુ એક ડ્રોન હુમલો: બ્લેક સી નજીકની રશિયાની ફુડ રીફાઈનરી પર બોમ્બ વર્ષા: આગ
ખાસ-ખબર સંવાદદાતા
રશિયાના પાટનગર મોસ્કોના કેમલીનમાં પ્રમુખ વ્લાદીમીર પુટીનના આવાસ કેમલીન પર ડ્રોન હુમલાના પ્રયાસના 24 કલાકમાંજ રશિયન દળોએ હવે યુક્રેન પરનું આક્રમણ તિવ્ર બનાવ્યુ છે અને રાજધાની કિવથી મહત્વના મથક ઓડેસા પર રશિયન દળોના હુમલામાં 21થી વધુ લોકો માર્યા ગયા છે. યુક્રેન તરફથી કરાયેલા મનાતા વધુ એક ડ્રોન હુમલામાં દક્ષિણ રશિયાએ એક ક્રુડતેલ રીફાઈનરીમાં આગ લાગી છે. આ રીફાઈનરી બ્લેક સી ના નોવોરોવિયસ્ક બંદર પાસે
આવેલ છે.
યુક્રેને પણ તેની મધ્યમ એર ડિફેન્સ સિસ્ટમને એકશન મોડમાં મુકી હવાઈ હુમલા સામે લોકોને સુરક્ષિત રાખવાના પ્રયાસો કર્યા છે.
જીવલેણ હુમલા બાદ વ્લાદિમીર પુતિન બંકરમાં શિફ્ટ
બંને દેશો વચ્ચે આ યુદ્ધ ફેબ્રુઆરી 2022 માં શરૂ થયું જ્યારે રશિયાએ તેની સેનાને યુક્રેન પર હુમલો કરવા કહ્યું. ત્યારપછી રશિયા દ્વારા યુક્રેન પર આ સૌથી મોટો આરોપ છે. મોસ્કોએ આ હુમલાને આયોજિત આતંકવાદી હુમલો ગણાવ્યો છે. જે રશિયન રાષ્ટ્રપતિને મારવા માટે કરવામાં આવ્યું હતું. રશિયાએ બુધવારે યુક્રેન પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે યુક્રેન દ્વારા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મારવા માટે ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.