યુક્રેન-રશિયા વચ્ચે બફર ઝોન રચવા પુતિનની ઇચ્છા
ખાસ-ખબર ન્યૂઝ મોસ્કો, તા.19
- Advertisement -
રશિયાના પ્રમુખ વ્લાડીમીર પુતિને સોમવારે પશ્ચિમને ખુલ્લી ચેતવણી આપતાં કહ્યું હતું કે, રશિયા અને યુએસનાં નેતૃત્વ નીચેના નાટો દળો વચ્ચેનો સંઘર્ષ પૃથ્વી પરના ત્રીજા વિશ્વ યુદ્ધથી માત્ર એક જ ડગલું દૂર હશે. પરંતુ ભાગ્યે જ કોઈ આવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય તેમ નહીં ઇચ્છે. તે સર્વ વિદિત છે કે યુક્રેન યુદ્ધે મોસ્કો અને પશ્ચિમ દેશો વચ્ચે 1962ની કયુબન મિસાઇલ્સ ક્રાઈસિસ પછી મોસ્કો અને પશ્ચિમના સંબંધોમાં ફરી એક વખત ઊંડી ખાઈ ઊભી કરી છે.
પોતાના છઠ્ઠી વખતના ચૂંટણી વિજય પછી પત્રકારોએ લીધેલી મુલાકાતમાં પ્રમુખ પુતિને યુક્રેન એ બોંબ વાપરવાની સંભાવનાનો સ્પષ્ટ ઇન્કાર કરતાં કહ્યું હતું કે, તેવી કોઈ જરૂર નથી. ફ્રાંસના પ્રમુખ મકોંએ ગયા મહિને કહ્યું હતું કે, ભવિષ્યમાં યુક્રેનમાં અમે અને અમારા પશ્ચિમના સાથીઓ યુક્રેનમાં ભૂમિદળ મોકલે તેવી સંભાવનાઓને હું નકારતો નથી. આ અંગે રાઇટર્સે પૂછેલા પ્રશ્નનો માત્ર ટૂંકો જ ઉત્તર આપતા પુતિને કહ્યું હતું કે, આધુનિક વિશ્વમાં બધું જ બની શકે તેમ છે.
પરંતુ તે સાથે તે પણ સ્પષ્ટ છે કે જો તેમ થશે – નાટો દળો યુક્રેનમાં આવશે તો જાણી લો કે વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્ધથી માત્ર એક જ ડગલુ દૂર હશે. સાથે તેમ પણ કહ્યું કે, અમે જાણીએ છીએ કે પશ્ચિમના સૈનિકો યુક્રેનમાં આવી જ ગયા છે. અમે અંગ્રેજી અને ફ્રેન્ચ શબ્દો સાંભળ્યા જ છે અને તેઓ બહુ મોટી સંખ્યામાં ત્યાં આવી ગયા છે. રશિયામાં તા. 15-17 વચ્ચે યોજાયેલી ચૂંટણી દરમિયાન યુક્રેને રશિયાની સરહદ ઉપર ભારે બોંબ વર્ષા કરી હતી. સાથે કહ્યું હતું કે, આજે પણ ત્યાં બની રહેલી ટ્રેજિક ઘટનાઓ હું ભૂલી શકતો નથી. તેથી મારૃં મંતવ્ય રહ્યું છે કે, હવે બંને દેશો વચ્ચે એક બફર ઝોન રચવો અનિવાર્ય છે. જે કીવનાં અધિપત્ય નીચેના વિસ્તારમાં રચાવો જોઈએ.