17 કિલોમીટર લાંબી ટનલ રશિયાને ક્રિમિયા સાથે જોડશે
યુક્રેને 8 ઓક્ટોબર 2022ના રોજ બ્રિજ પર હુમલો કર્યો હતો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રશિયા અને ચીન સમુદ્રની નીચે ગુપ્ત ટનલ બનાવવા માટે સાથે મળીને ચર્ચા કરી રહ્યા છે. આ 17 કિલોમીટર (11 માઇલ) લાંબી ટનલ રશિયાને ક્રિમિયા સાથે જોડશે. વોશિંગ્ટન પોસ્ટ અનુસાર, બંને દેશોના ઉદ્યોગપતિઓએ રશિયા-ક્રિમિયા ટનલ પ્રોજેક્ટ પર ચર્ચા કરી છે.
રશિયા અને ચીન વચ્ચેની નિકટતા કોઈનાથી છુપી નથી. પરંતુ અહીં આશ્ર્ચર્યની વાત એ છે કે ચીન એવા ક્ષેત્રમાં રશિયાને સમર્થન આપવાનું વિચારી રહ્યું છે જેને તે ઓળખતું નથી. હકીકતમાં રશિયાએ 2014માં ક્રિમિયા પર કબજો કર્યો હતો. ચીને હજુ સુધી આ કબજાને માન્યતા આપી નથી. સરળ શબ્દોમાં કહીએ તો ચીન હજુ પણ ક્રિમિયાને રશિયાનો ભાગ માનતું નથી.
રિપોર્ટ અનુસાર રશિયા અને ચીન જે ગુપ્ત અંડર સી ટનલની ચર્ચા કરી રહ્યા છે તેને કેર્ચ બ્રિજના વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે. હકીકતમાં, રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન, 8 ઓક્ટોબર, 2022ના રોજ, યુક્રેનિયન સૈનિકોએ કેર્ચ બ્રિજ પર હુમલો કર્યો હતો. બ્લાસ્ટમાં પુલનો એક ભાગ ધરાશાયી થઈ ગયો હતો.
વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, ચાઈનીઝ રેલ્વે ક્ધસ્ટ્રક્શન કોર્પોરેશન (સીઆરસીસી) એ કહ્યું કે તેમના કર્મચારીઓ ક્રિમિયામાં રેલ્વે અને રોડ નિર્માણ સંબંધિત પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે તૈયાર છે. ઈછઈઈ ચીનની સરકારી કંપની છે. રિપોર્ટમાં રશિયન બિઝનેસમેન વ્લાદિમીર કાલયુઝનીના ઈ-મેલને ટાંકયો છે જેમાં કહેવાયું છે કે તેણે ટનલ પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટર તરીકે કામમાં રસ દર્શાવ્યો છે. જોકે, કાલયુઝનીએ આ વાતને ફગાવી દીધી હતી. તેમણે રશિયા અને સીઆરસીસી વચ્ચેના કોઈપણ પ્રકારના સહકાર વિશે વાત કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.