સાઉદી અને ઈરાની ઓઈલ કરતા પણ સસ્તુ પડે છે
યુક્રેન કટોકટી બાદ એક સમયે મજબૂરીથી રશિયન ક્રુડતેલ ખરીદવાનો પ્રારંભ થયા બાદ આજે 15 માસ પછી રશિયાએ અરેબીયા સહિતના ઓઈલ ઉત્પાદક રાષ્ટ્રો (ઓપેક)ને પાછળ રાખીને ભારતને સૌથી વધુ ક્રુડતેલ સપ્લાયર દેશ તરીકે સ્થાન મેળવી લીધુ છે. મે માસમાં ભારતે રશિયા પાસેથી રોજનું સરેરાશ 1.96 મિલિયન બેરલ ક્રુડતેલ ખરીદ્યુ છે.
- Advertisement -
જે એપ્રિલ માસ કરતા 15% વધુ છે. જયારે સાઉદી અરેબીયા તરફથી મળતુ ક્રુડતેલ ફેબ્રુઆરી બાદની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયું છે. ભારતને રશિયા તરફથી ખૂબ જ સસ્તુ ક્રુડતેલ મળી રહ્યું છે તે સરેરાશ 68.21 ડોલર પ્રતિ બેરલ છે અને તે રશિયા પાસેથી ક્રુડતેલ ખરીદવાનો પ્રારંભ કર્યા બાદ સૌથી નીચો ભાવ છે.
જયારે સાઉદી અરેબીયા પાસેથી એપ્રિલમાં સરેરાશ 86.96 ડોલર પ્રતિ બેરલના ભાવે ખરીદાયુ છે. જયારે ઈરાકી ઓઈલ ભારતને સરેરાશ 77.77 ડોલર પ્રતિ બેરલના ભાવે મળે છે અને મે માસમાં બ્રેન્ટ ક્રુડતેલનો ભાવ લગભગ 9% નીચો આવ્યો છે. ભારતીય રીફાઈનરીમાં પણ હવે રશિયન કંપનીઓ પાસેથી વધુને વધુ ક્રુડતેલ ખરીદવા માટે તૈયાર છે. જો કે એક તબકકે આ સોદા રૂબલ રૂપિયામાં થતા હતા પણ હવે ફરી તે ડોલર રૂબલમાં થવા લાગ્યા છે.