યુક્રેન-રશિયા યુદ્ધના કારણે જે રીતે વૈશ્વિક બજારમાં ક્રુડતેલના ભાવમાં જંગી વધારો થયો છે અને ભારતને સસ્તુ તથા રૂપિયામાં પણ ‘ખરીદી’ શકાય તે રીતે રશિયન ક્રુડતેલ ઉપલબ્ધ બન્યું તે દેશના પેટ્રોલ-ડિઝલ વપરાશકારો માટે રાહત પુરવાર થઈ છે. નહીતર આ ઈંધણના ભાવ વધુ ઉંચા ગયા હોત. હવે ભારતની ક્રુડ ક્રુડતેલ આવશ્યકતાએ રશિયન ક્રુડ ઓઈલને ફાળો 28% સુધી પહોંચી ગયો છે.
એક સમયે યુક્રેન યુદ્ધ પુર્વે તે ફકત 0.2% જ હતો.પરંતુ રશિયન સેનાએ યુક્રેન પર ચઢાઈ કરી અને પછી જે રીતે પશ્ર્ચીમી દેશોએ રશિયાના ક્રુડતેલના આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રતિબંધીત કરવા પ્રયાસ કર્યા પછી હવે રશિયાએ તેના ક્રુડતેલ માટે ભારતના બજારને મહત્વનું ગણ્યુ છે અને હવે રશિયા એ ભારતનું સૌથી મોટુ ક્રુડતેલ નિકાસકાર બની ગયુ છે. જે બાદ ઈરાક 20% સાઉદી અરેબીયા 17% અમેરિકા 7% ક્રુડતેલ સપ્લાય કરે છે.