ડોલર સામે રુપિયાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યાં છે. બુધવારે ડોલર સામે 61 પૈસાના ધોવાણ સાથે રુપિયો 83ની સપાટી વટાવી ગયો છે.
છેલ્લા ઘણા સમયથી ડોલર સામે રુપિયાની ધોવાણ યાત્રા ચાલુ છે અને હવે તેમાં વધારો થયો છે. બુધવારે પહેલી વાર ડોલર સામે ભારતીય રુપિયો વધારે ઘસાયો હતો અને એક ડોલરની કિંમત 83 રુપિયાને પાર પહોંચી હતી.
- Advertisement -
બુધવારે 61 પૈસા તૂટ્યો રુપિયો
બુધવારે ડોલર સામે રુપિયો 61 પૈસા વધારે તૂટ્યો હતો. રુપિયામાં આવેલી આ અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો છે.રુપિયો 83ને પાર પહોંચતા દેશમાં મોંઘવારી વધશે તે નક્કી છે.
કેમ સતત તૂટી રહ્યો છે ભારતીય રુપિયો
રૂપિયાના ઘટાડા પર બોલતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પ્રમુખ દિનેશ ખારાએ કહ્યું કે ડોલર ઇન્ડેક્સની મજબૂતીને કારણે ભારતીય રૂપિયો અનિવાર્યપણે નબળો પડ્યો છે, પરંતુ અન્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓની મુદ્રાઓની તુલનામાં તેની પકડ સારી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પ્રમુખ દિનેશ ખારાએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ અને વિશ્વ બેંક દ્વારા જે વૈશ્વિક મંદીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, તે અન્ય દેશોની તુલનામાં ભારતમાં વધુ અસર કરશે નહીં.