ગાંધીનગર નજીક આવેલા અને માતાજીની આસ્થાના પ્રતિકસમા રૂપાલ વરદાયીની માતા મંદિરથી દર વર્ષે નવરાત્રિના નોમની રાત્રીએ પલ્લી નિકાળવામાં આવે છે. એટલે કે તા.4થી ઓક્ટોબરે મધરાત બાદ રૂપાલ ગામમાં પલ્લી કાઢવામાં આવી છે. કોરોનાને કારણે ભક્તોની ગેરહાજરીમાં રૂપાલ ગામે વરદાયીની માતા મંદિરે પલ્લી નિકળતી હતી અને ગામમાં મેળો પણ ભરાતો હતો. આ વખતે બે વર્ષ બાદ રૂપાલ વરદાયીની માતાજી મંદિરમાં નવરાત્રિના નોમની રાત્રીએ વિશાળ પલ્લી મેળો યોજાયો હતો. નોમની રાત્રે રૂપાલમાં પલ્લી નિકળવાની છે. જેની તૈયારીઓ ઘણા વખત પહેલાથી જ શરૂ થઇ ગઇ હતી. આ મંદિરનો વહિવટ સરકાર હસ્તક છે અને રૂપાલની પલ્લીમાં લાખો જેટલા ભક્તો આવતા હોવાને કારણે કલેક્ટરે આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અગાઉથી જ વિવિધ વિભાગો અને મંદિરના ટ્રસ્ટી મંડળ સાથે બેઠકો શરુ કરી દીધી હતી.
રૂપાલની પલ્લી: એક જ રાતમાં લાખો લોકો વચ્ચે શુદ્ધ ઘીની નદી વહી

Follow US
Find US on Social Medias