દેશના અગ્રણી દૈનિકે દાવો કર્યો હતો કે, ઇન્ડિયન આર્મીએ ઙજ્ઞઊંમાં ઘૂસી સર્જિકલ સ્ટ્રાઇક કરી છે!
સૈન્યએ કહ્યું, ઘૂસણખોરીનો પ્રયાસ થયો હતો, જે નિષ્ફળ બનાવ્યો, 2 આતંકીઓ હણાયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આજે એકાએક કેટલાક મીડિયામાં ભારતીય સેનાએ પીઓકેમાં સર્જીકલ સ્ટ્રાઈક કર્યા હોવાની અને અડધા ડઝનથી વધુ આંતકવાદીઓને ફૂંકી માર્યા હોવાની વાત વાયુવેગે પ્રસરી રહી છે. જોકે આ વાત એક અફવા છે, ભારતીય સેનાએ પીઓકેમાં કોઈ જ પ્રકારની સર્જીકલ સ્ટ્રાઈક કરી નથી.
એક હિંદી રાષ્ટ્રીય દૈનિકના રિપોર્ટ અનુસાર ભારતીય સેનાએ ઙજ્ઞઊં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કજ્ઞઈ અંકુશરેખાની પાર ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. ભારતીય સેનાએ આ સમાચારોને નકારી કાઢતા કહ્યું હતું કે, તેમણે 21-22 ઓગસ્ટના ભારત-પાકિસ્તાન સીમા પર અંકુશરેખાની પાર પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી નથી. આ એક અગ્રણી દૈનિક અખબારે પોતાના પ્રથમ પેઇઝ પરના સમાચારના શિર્ષકમાં લખ્યું છે કે, ભારતીય સેનાના જવાનોએ કોટલીના નિયાકાલ સેક્ટરમાં પાકિસ્તાનના ભાગ પર કબ્જો મેળવીને ઙજ્ઞઊં કાશ્મીરમાં 2-2.5 કિમી સુધી અંદર ઘુસી ગયા હતા અને 4 આતંકવાદીઓના લોન્ચર પેડનો નાશ કરી દીધો હતો.
ભારતીય સેનાએ આ સમાચાર સાચા હોવાના કોઇ પુરાવા રજુ કર્યા નથી. આ સિવાય સેનાએ કહ્યું છે કે, બાલાકોટ સેક્ટરના પુંછ જિલ્લામાં અંકુશરેખા પર ઘુસણખોરી કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો, જેમાં 2 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. સુરક્ષા દળોએ 1 અઊં47, 2 મૈગેજીન, 30 રાઉન્ડ સહિત ભારે માત્રામાં હથિયાર અને ગોળા-બારૂદ પણ કબ્જે કર્યા છે. ગઇકાલે સવારે સેનાએ કજ્ઞઈ પાર કરી રહેલા 2 આતંકવાદીઓને જોયા હતા, તરત જ ગોળીબારી ચાલુ કરી દીધી હતી જેના લીધે તેઓ તુરંત જ જમીન પર ઢળી પડયા હતા. ત્યાર પછી અંકુશ રેખા પર સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો હતો. તુરંત જ સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધું હતું. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, બંન્ને આતંકવાદીઓ સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા હતા.
- Advertisement -