રાજુલા શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીના પર્વને લઇ ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ લોક મેળાની યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ કરવામા આવી રહી છે. જાણવા મળતી વિગત મુજબ રાજુલા શહેરમાં રુદ્રગણ ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પૂજાબાપુ ગૌશાળાના લાભાર્થે લોકમેળો જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે કરવામાં આવે છે. અને લોક મેળામાં જે આવક થાય છે તે તમામ આવક પૂજાબાપુ ગૌશાળા ખાતે વાપરવામાં આવે છે.
અને અત્યાર સુધીમાં અનેક વિકાસ કામ પૂજા બાપુ ગૌશાળામાં કરવામાં આવ્યા છે. અહીં ગોશાળા ખાતે અંધ-અપંગ અને કેન્સર ગ્રંથ નિરાધાર ગાયોની સેવા થાય છે. ત્યારે આ વર્ષે પણ રુદ્રગણ દ્વારા માર્કેટિંગ યાર્ડના ગ્રાઉન્ડમાં આ લોક મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ લોક મેળો તારીખ 22-8-2024 થી 28-8-2024 એમ સાત દિવસ સુધીનું આ લોક મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ લોક મેળામાં વિવિધ રાઈડ તેમજ કલાત્મક શણગાર સહિતના આયોજનો કરવામાં આવ્યું છે. હાલ લોક મેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.