નાગપુરમાં વિજયાદશમી પર સંગઠનના શતાબ્દી સમારોહમાં છજજ વડાનું નિવેદન
ખાસ-ખબર ન્યૂઝ નાગપુર
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ગુરુવારે કહ્યું, પહેલગામ હુમલામાં આતંકવાદીઓએ હિન્દુઓનો ધર્મ પૂછ્યા પછી તેમની હત્યા કરી હતી. આપણી સરકાર અને સેનાએ જવાબ આપ્યો. આ ઘટનાએ આપણને મિત્ર અને શત્રુ વચ્ચે ભેદ પાડવાનું શીખવ્યું. તેમણે કહ્યું કે, હવેથી આપણે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સમજણ જાળવી રાખવી પડશે. આ ઘટનાએ આપણને શીખવ્યું કે જ્યારે આપણે દરેક પ્રત્યે મૈત્રીપૂર્ણ લાગણીઓ રાખીએ છીએ અને રાખીશું, ત્યારે આપણે વધુ સતર્ક અને આપણી પોતાની સુરક્ષા માટે સક્ષમ રહેવું પડશે. ગુરુવારે નાગપુરમાં વિજયાદશમી પર સંગઠનના શતાબ્દી સમારોહમાં છજજ વડાએ આ નિવેદન આપ્યું હતું. તેમના 41 મિનિટના ભાષણમાં તેમણે સમાજમાં થઈ રહેલા ફેરફારો, સરકારોનું વલણ, જાહેર અશાંતિ અને પડોશી દેશોમાં અશાંતિનો ઉલ્લેખ કર્યો હતો. અગાઉ, ભાગવતે છજજ સ્થાપક ડો. હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી અને પછી શસ્ત્રોની પૂજા કરી હતી. ભહિંતીબહત. મુખ્ય અતિથિ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. રામનાથ કોવિંદે પણ ભાષણ આપ્યું.



