ગુજરાતનું 3.70 લાખ કરોડનું બજેટ
દાહોદમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર, તા.20
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે સતત ચોથીવાર ગુજરાતનું બજેટ રજૂ કર્યું હતું.તો બીજી તરફ તેના અંગત મદદનીશ રમેશ ચૌધરીનું આજે જ નિધન થયું છે. થોડા સમય અગાઉ ક્રિકેટ મેચ રમતા તેઓને હાર્ટ એટેક આવ્યો હતો. લાંબા સમયથી ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. એ દરમિયાન આજે તેઓનું અવસાન થયું. જો કે રમેશભાઈ ચૌધરીની લાંબી માદગીના કારણે તેમની જગ્યાએ અન્ય અંગત મદદનીશની નિમણૂક કરાઈ હતી. આ વખતે બજેટમાં કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને સિંચાઇની બાબતો જેવા મુદ્દાઓ પર ભાર મુકવામાં આવી શકે છે. નાણાંમંત્રી કનુ દેસાઈ જણાવ્યું છેકે, રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષા જળવાય તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. સાયબર સુરક્ષા અને કાયદાના અમલીકરણમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતાં રાજ્ય કક્ષાએ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ તેમજ તમામ જિલ્લાઓમાં સાયબર ફોરેન્સિક લેબ બનાવવામાં આવશે. નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોની હેરફેરની ગેરકાયદેસર કામગીરી સામે કડક પગલાં લેવા માટે Anti Narcotics Task Forceનું ઓપરેશનલ યુનિટ ઊભું કરવામાં આવશે. આ તમામ માટે કુલ 352 કરોડની જોગવાઇ સૂચવું છું. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થઈ ગઇ હતી. રાજ્યપાલે 37 મિનિટના ભાષણમાં રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતાં.
ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ 419 કરોડની જોગવાઇ
ગુજરાત રીન્યુએબલ એનર્જી તથા નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટકાઉ અને આબોહવા પ્રતિરોધક રાજ્ય બનવાની સાથે સાથે વર્ષ 2047માં ઝીરો કાર્બનની દિશામાં લક્ષ્યાંક સિદ્ધ કરવા આગળ વધી રહ્યું છે. રાજ્યની સરકારી કચેરીઓની છત પર સોલર રૂફટોપ સિસ્ટમ સુવિધા માટે 255 કરોડની જોગવાઇ.ગ્રીન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા અને રાજ્યમાં કલાઇમેટ ચેન્જ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત કલાઇમેટ ચેન્જ ફંડની સ્થાપના માટે 25 કરોડની જોગવાઇ.
- Advertisement -
પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ 13,772 કરોડની જોગવાઇ
ત્રિસ્તરીય પંચાયતી રાજના માળખાને સુદ્રઢ બનાવવા ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયતના મકાનોનું નવીનીકરણ, રેકર્ડનું મોર્ડનાઈઝેશન અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી ગામડાઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી પગલા લઈ રહી છે. ગ્રામ્ય કક્ષાએ સફાઈ, પાણી જેવી મૂળભૂત સુવિધાઓ આપવાની સાથોસાથ ગ્રામ્ય સંસાધનોનું યોગ્ય સંચાલન અને માવજત માટે જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. નિર્મળ ગુજરાત-2.0 અંતર્ગત રાજ્યના 7(ગાંધીનગર, મહેસાણા, કચ્છ, જામનગર, આણંદ, પંચમહાલ અને નવસારી) જિલ્લાના 11 તાલુકાઓમાં સમાવિષ્ટ 371 ગામોમાં ડોર-ટુ-ડોર ઘન અને પ્રવાહી કચરાના નિકાલ તેમજ જાહેર સ્થળોની સફાઇના કામ માટે 330 કરોડની જોગવાઇ.
નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ
માટે મોટી જાહેરાત
નવલખી અને મગદલ્લા બંદર
માટે 250 કરોડ રૂપિયા
યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન
માટે 2,748 કરોડ રૂપિયા
પોરબંદર, ભાવનગર, સુરત એરપોર્ટના વિસ્તરણ માટે 210 કરોડ રૂપિયા
પારસી સર્કિટ, ક્રૂઝ ટુરિઝમ, બીચ હોટલ્સ માટે 50 કરોડની જોગવાઈ
નાના શહેરોને મોટા શહેરો સાથે હવાઈ માર્ગે જોડવા 45 કરોડની ફાળવણી
1 કરોડ સુધીની લોનના એગ્રિમેન્ટ પર હવે મહત્તમ પ 5000 સ્ટેમ્પ ડ્યુટી
એક કરોડ સુધીની લોનની રકમ માટેના ‘ગીરોખત’ પર 0.25% લેખે મહત્તમ રૂા.25,000ની સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવાની થતી હતી
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
વડીલોપાર્જીત મિલકતમાં અવસાન પામેલ પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતાં હકકમીના લેખ પર, પ્રવર્તમાન 4.90% સ્ટેમ્પ ડયુટીના બદલે પુત્રોના વારસદારોની જેમ ફક્ત રૂા.200ની સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવાની થશે.
વર્તમાન સમયમાં રૂપિયા એક કરોડ સુધીની લોનની રકમ માટેના ‘ગીરોખત’ પર 0.25% લેખે મહત્તમ રૂા.25,000ની સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવાની થાય છે, જે ઘટાડીને હવે મહત્તમ રૂા.5,000ની સ્ટેમ્પ ડયુટી ભરપાઈ કરવાની થશે. જેથી હાઉસીંગ લોન ધારકો તેમજ નાના ઉદ્યોગકારો જેવા વર્ગોને આર્થિક લાભ થશે તેમજ સરળતા વધશે. એક વર્ષ કરતાં ઓછા સમયગાળાના ભાડાપટ્ટાના લેખ પર સરેરાશ વાર્ષિક ભાડાની રકમ પર 1% સ્ટેમ્પ ડયુટી ભરવાની જોગવાઈ છે. જેના સ્થાને રહેણાંક માટે રૂા.500 તથા વાણિજ્ય માટે રૂા.1000ની સ્ટેમ્પ ડયુટી લેવામાં આવશે તેમજ અન્ય સમયગાળાના ભાડાપટ્ટાના લેખ માટે લાગુ પડતા દરોનું સરળીકરણ કરવામાં આવશે.
મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે કુલ 617 કરોડ રૂપિયાની જોગવાઇ
આંગણવાડી યોજના માટે 274 કરોડ રૂપિયાની જોગવાઇ
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંવેદના સભર પઢાઇ ભી, પોષણ ભીના ધ્યેયને સાકાર કરવા મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાની ડિસેમ્બર-2024થી શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં 32,277 શાળાઓના 41 લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે. જેના માટે આ બજેટમાં કુલ 617 કરોડ રૂપિયાની જોગવાઇ કરીએ છીએ. બાળકોના પોષણ અને વિકાસને સુદ્રઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે નિર્ણય કર્યો છે. તેને વધુ કાર્યક્ષમ બનાવવા આંગણવાડી યોજના માટે 274 કરોડ રૂપિયાની જોગવાઇ કરાઈ છે.
ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરાશે
રાજ્યના વહીવટી માળખામાં તેમજ કાર્યપદ્ધતિમાં જરૂરી સુધારા કરવા, માનવશક્તિનું તર્કસંગીકરણ કરવા અને નવીનતમ ટેકનોલોજીના ઉપયોગથી સરકારી તંત્રની કાર્ય ક્ષમતામાં વધારો કરવાના હેતુથી ડો. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવાની જાહેરાત.
ટ્રાફિક પોલીસની હાજરી વધારવા 1390 નવી જગ્યાઓ ઊભી કરાશે
કાયદો અને વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા જછઙ, બિન હથિયારી-હથિયારી કોન્સ્ટેબલ વગેરે સંવર્ગની 14 હજારથી વધુ ભરતીનું આયોજન છે. ટ્રાફિક નિયમોના અસરકારક અમલીકરણ માટે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા 1390 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે.
ગુજરાત અંદાજપત્ર પોથીને આદિજાતિ સંસ્કૃતિની ઓળખ ‘વારલી ચિત્રકલા’ અને કચ્છની ભાતીગળ બોર્ડરથી ગૂંથાઈ
ગુજરાતના નાણાં મંત્રી કનુ દેસાઈ આજે વિધાનસભા ગૃહ ખાતે વર્ષ 2025-26 માટે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરશે. વિધાનસભા ખાતે આવી પહોંચેલા નાણા મંત્રીના હાથમાં રહેલી લાલ કલરની પોથીએ અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું. નાણા મંત્રીએ ગુજરાતના અંદાજપત્રને કોઈ સમાન્ય બેગના સ્થાને ખાસ પ્રકારની આ લાલ પોથીમાં રાખ્યું હતું. આ પોથી ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વારલી ચિત્રકલા અને કચ્છની ભાતીગળ આહીર ભરતની બોર્ડર અંકિત કરાયેલી છે. આ ઉપરાંત ભારતના રાજચિન્હ અશોક સ્તંભને પણ પોથી પર દર્શાવવામાં આવ્યો છે. વારલી એ લગભગ 1200 વર્ષ જૂની અને લુપ્ત થઈ રહેલી એક વિશેષ ચિત્રકલા છે. આ ચિત્રકલા મુખ્યત્વે ત્રિકોણ ગોળ અને ચોરસ જેવા જુદા-જુદા ભૌમિતિક આકારની મદદથી બનાવવામાં આવે છે.
10 જિલ્લાઓમાં કુલ 20 સ્થળોએ સમરસ કુમાર અને ક્ધયા છાત્રાલય બાંધવામાં આવશે : કનુ દેસાઈ
યુવાનો ઉચ્ચ અભ્યાસ મેળવી શકે તે માટે અલગ અલગ 10 જિલ્લાઓમાં કુલ 20 સ્થળોએ સમરસ કુમાર અને ક્ધયા છાત્રાલય બાંધવામાં આવશે. જેનો લાભ 13 હજારથી વધુ વિદ્યાર્થીઓને મળશે. ખેલે તે ખીલેના અભિગમ સાથે ગુજરાતના યુવાનો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતગમત સુવિધાઓ સ્થાપવાનું આયોજન છે. યુવાનોને વિવિધ રમતગમત સ્પર્ધાઓ માટે તૈયાર કરવા ઓલિમ્પિક રેડીનેસ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવેલ છે. અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને કરાઇ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટ્સ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
બજેટ
રાજ્યમાં સાઇબર સેન્ટર ઓફ એક્સેલન્સ બનશે
જનતા જૂથ અકસ્માત વીમા યોજનામાં હવે 2 લાખથી 4 લાખ સુધીનું વિમા કવચ મળશે
50 હજાર કરોડનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપિત કરવામાં આવશે
વિકસિત ગુજરાત ફંડ માટે 500 કરોડની જોગવાઇ
નર્મદા બલ્ક પાઇપલાઇન માટે 2636 કરોડની જોગવાઇ
રાજ્યમાં 12 નવી હાઇસ્પીડ કોરીડોર વિકસાવામાં આવશે
ગરવી ગુજરાત હાઇસ્પીડ કોરીડોર માટે 1367 કરોડન જોગવાઇ
ડીસાથી પીપાવાવ નમોશક્તિ એકસપ્રેસ વે બનશે
સોમનાથ દ્વારકા એકસ્પેસ વે બનશે
શહેરી વિકાસ વિભાગના બજેટમાં 40 ટકાનો વધારો કરવામાં આવ્યો
નવી જાહેર થયેલી મનપા માટે 2300 કરોડની જોગવાઇ
સાબરમતી રીવરફ્રન્ટ માટે 350 કરોડની જોગવાઇ
અમદાવાદ,ગાંધીનગર અને સુરત મેટ્રો રેલ માટે 2730 કરોડની જોગવાઇ
નવી બસો ખરીદવા માટે 1128 કરોડની જોગવાઇ
અંતરિયાળ વિસ્તારમાં 400 નવી મડી બસ સુવિધા મળશે
અમદાવાદ ખાતે ન્યુરોલોજીસ્ટ ઇન્સ્ટીટ્યુટ બનાવવામાં આવશે
રાજ્યમાં સાઇબર સેન્ટર ઓફ એક્સેલન્સ બનશે
તમામ જિલ્લામાં સાયબર ફોરેન્સીસ લેબ બનશે
રાજ્યમાં એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ યુનિટ ઉભુ કરવામાં આવશે
ટ્રાફિક પોલીસની 1390 નવી જગ્યા ઉભી કરવામાં આવશે
રાજ્યમાં 17 કરોડની વધુ વૃક્ષનું વાવેતર કરવામાં આવશે
વાજપાઇ બેકેબલ યોજનામાં 25 લાખ તથા સબસીડી રકમ વધારીને 3.75 લાખ કરવામાં આવી
અંબાજીની વિકાસ માટે 180 કરોડની જોગવાઇ
કિસાન સુર્યોદય યોજના માટે 2175 કરોડની જોગવાઇ
કિસાન ક્રેડિટ કાર્ડ ધિરાણમાં 4 ટકા વ્યાજ રાહત માટે 1252 કરોડની જોગવાઇ
પ્રાકૃતિક ખેતી માટે 400 કરોડની જાગવાઇ
ખેડૂતોને ટેક્ટરની સહાયમાં રકમ 1 લાખ કરવામાં આવી
ખેતરમાં પેન્સીગ બનાવવા માટે 500 કરોડની જોગવાઇ
ન્યુ ગુજરાત પેટર્ન યોજનામાં 37.5 ટકા વધારા સાથે 1100 કરોડની જોગવાઇ
ન્યુ ગુજરાત પેટર્ન યોજનામાં 37.5 ટકા વધારા સાથે 1100 કરોડની જોગવાઇ
મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે 200 કરોડની જોગવાઇ
સંત સુરદાસ યોજનામાં 80 ટકાને બદલે 60 ટકા દિવ્યાગતા ધરાવતાને લાભ મળશે
રાજ્યના 85 હજાર દિવ્યાગને વાર્ષિક 12 હજાર સહાય મળશે
વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ માટે 4827 કરોડની જોગવાઇ
રાજ્યના 10 જિલ્લાના 20 સ્થળોએ સમરસ કુમાર છાત્રાલય અને ક્ધયા છાત્રાલય બનશે
અમદાવાદમાં સરદાર પટેલ સ્પોટ્સ એન્કલેવ બનશે
કરાઇ ખાતે ઓતરાષ્ટ્રિય સ્પોટસ સુવિધા ઉભી કરવામાં આવશે
આઇટીઆઇને અપગ્રેડ કરવા માટે 450 કરોડની જોગવાઇ
અમદાવાદ એલડી ઇજનેર કોલેજમાં અશ લેબ સ્થાપિત કરાશે
રાજ્યના અન્ય 6 સરકારી ટેકનિકલ કોલેજમાં એઆઇ લેબ બનાવામાં આવશે
રાજ્યમાં ચાર રીજીયનમાં શ-ઇીંબ સ્થાપવાનું આયોજન