છેલ્લા 4 વર્ષમાં વિદેશી સ્ત્રોતોમાંથી સંરક્ષણ પ્રાપ્તિ પરનો ખર્ચ 46%થી ઘટીને 36% થયો
ખાસ-ખબર સંવાદદાતા
સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે રાજ્યસભામાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં સશસ્ત્ર દળો માટે મૂડી પ્રાપ્તિની વિવિધ શ્રેણીઓ હેઠળ રૂ. 2,46,989 કરોડના મૂલ્યના 163 પ્રસ્તાવોને મંજૂરી આપી છે. તેમણે જણાવ્યું કે, સ્થાનિક કંપનીઓ પાસેથી પ્રાપ્તિનો હિસ્સો વધી રહ્યો છે.
ભટ્ટે જણાવ્યું હતું કે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે મૂડી પ્રાપ્તિની વિવિધ શ્રેણીઓ હેઠળ આ મંજૂરી આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે સરકાર સ્વદેશીકરણ અને સ્થાનિક સંસાધનોમાંથી સંરક્ષણ ઉત્પાદનોની પ્રાપ્તિ પર ભાર આપી રહી છે. 2018-19 થી 2021-22 સુધીના છેલ્લા ચાર વર્ષમાં વિદેશી સ્ત્રોતોમાંથી સંરક્ષણ પ્રાપ્તિ પરનો ખર્ચ 46% થી ઘટીને 36% થયો છે. આ વર્ષે લક્ષ્યાંક 68 ટકા છે.