સ્વતંત્રતાના દસકો બાદ નરેન્દ્ર મોદી મળ્યા છે: રાજવી
ભારતીય સંસ્કૃતિના જતન અને દેશ માટે તમામ રાજવીઓ સહમત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,તા.02
રાજકોટમાં રાજવી પરિવારોની પત્રકાર પરિષદ યોજાઇ છે. જેમાં અલગ-અલગ સ્ટેટના રાજવીએ PM મોદીને સમર્થન જાહેર કર્યું છે. તેમાં રાજકોટ સ્ટેટના રાજવી માંધાતાસિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમાં રાજવીએ જણાવ્યું છે કે સ્વતંત્રતા બાદ દસકો બાદ નરેન્દ્ર મોદી મળ્યા છે. PMનું 10 વર્ષનું શાસન ભારતનો ભવ્ય સમય છે. PMની દ્રષ્ટિ ભારતને વિશ્વગુરુ બનાવવા તરફ છે. નરેન્દ્ર મોદી દેશની સુખાકારી અને સુરક્ષા માટે કાર્યરત છે. નરેન્દ્રભાઈએ સનાતન માટે અને રામ મંદિર માટેનું કામ કર્યું છે. સૌનો સાથ સૌનો વિકાસની નીતિથી આગળ વધી રહ્યા છે. દેશને મજબૂત રીતે આગળ વધારે તેવા પ્રધાનમંત્રીની છે. તમામ રાજવીઓ એકમત છે કે દેશ માટે કોણ જરૂરી છે. ક્ષત્રિય સમાજ રાષ્ટ્રને સંપૂર્ણ સમર્પિત છે. ઘાસમાં આગ લાગે તો પાણી રેડવાને બદલે પૂડા બચાવીએ. કમળનું ફૂલ ભગવાન શ્રીવિષ્ણુની નાભિમાંથી નીકળ્યું છે. કમળને મત ઉમેદવાર માટે નહીં પણ મોદી માટે છે. અહીં બિરાજમાન તમામ રાજવીઓનો ટેકો ઙખ મોદીને છે.
આ મત વાસુદેવ કુટુમ્બકમની ભાવનાને પ્રસ્તાવિત કરવા માટે છે. અહી બિરાજમાન છે તે રાજવીઓ અને સંખ્યાબંધ રાજવીઓનાં પત્ર ઉપસ્થિત છે તે બધાનો ટેકો નરેદ્ર મોદીને છે. રાજકોટના રાજવી પેલેસ ખાતે 15 સ્ટેટના રાજવી અને પ્રતિનિધિઓ ઉપસ્થિત છે. સાથે જ 45 જેટલા રાજવીઓના સહમતી પત્ર મોકલ્યા છે. દાંતા, રાજકોટ, કચ્છ, ગોંડલ સહિતના રાજવીઓના સહમતી લેટર મોકલ્યા છે. ભારતીય સંસ્કૃતિના જતન અને દેશ માટે તમામ રાજવીઓ સહમત છે. ભાવનગર રાજવી કે જેઓએ પોતાનું રાજ્ય સૌથી પહેલા રાષ્ટ્ર પ્રથમ માટે રજવાડું આપ્યું હતુ. ગોંડલ કે જે ટેકસ ફ્રી રાજ્ય તરીકે આખા દેશમાં અનોખું છે. આજે વિશ્વ કોઈને કોઈ સમસ્યા હેઠળ છે. આપણે પણ બાકાત નથી. ત્યારે એક સ્થિર અને મજબૂત સરકારની જરૂર છે. એક એવા પ્રધાનમંત્રીની જરૂર છે કે જે દેશને મજબૂત રીતે આગળ વધરી શકે. આજે ઉપસ્થિત અને સહમતી આપનાર તમામ રાજવીઓનો એક મત છે કે આજે દેશ માટે કોણ જરૂરી છે. સૌનો સાથ અને સૌનો વિકાસ સૌનો વિશ્વાસ માટે પીએમ કામ કરી રહ્યા છે. 2024ની વર્તમાન ચૂંટણીમાં આપણે બધા પ્રચંડ મતદાન કરીને પીએમ નરેન્દ્ર મોદી માટે 400 થી વધુ બેઠક આપવામાં આવે તે સંકલ્પ છે.
- Advertisement -
સનાતન ધર્મ અને સનાતન સંસ્કૃતિ માટે આપણે કામ કર્યું છે અને કરતા રહ્યા છે. નરેન્દ્ર ભાઈ મોદીએ સનાતન માટે અને રામ મંદિર માટેનું કામ કર્યું છે. દામોદરદાસ મોદી અંદાજે 145 કરોડ દેશવાસીઓની સર્વાંગીણ સુખાકારી અને સુરક્ષા માટે પ્રતિદિન લગાતાર 16 થી 18 કલાક સુધી કાર્યરત રહીને વસુધવ સાથે-સહુનો વિકાસ અને સહુનો સંગાથી સ હતો વિશ્વાસ માટે પોતાનું અસિસ ઓગાળી રહ્યા છે ત્યારે આપણે સહું ભારતવાસીઓનું નૈતિક કર્તવ્ય બને છે કે સને 2024ની લોકસભા ચૂંટણીમાં આપણે સહુ સાથે મળીને પ્રચંડ મતદાન કરીને પુન: એક વખત નરેન્દ્રભાઇ મોદીને દેશભરમાંથી દેવીય સિંહાસન સ્વરૂપ 400+ કમળની ભેંટ અર્પણ કરીએ અને એક પૂર્ણ બહુમતિ સાથેની સરકારનું સુકાન તેમને સોંપીએ.
રાજકોટ રાજ પરિવારના આંગણે આધશક્તિ માઁ આશાપુરાના દિવ્ય સાંનિધ્યમાં સંપન્ન થયેલી રાજવી ચિંતન બેઠકમાં સર્વ મહારાણી પ્રિતિ દેવી – કચ્છ, મહારાજા રાઓલથી વિજયરાજ સિંહ – ભાવનગર, મહારાણા રાજ સામેબે કેશરી સિંહ – વાંકાનેર, મહારાજા હિમાંશુસિંહ – ગોંડલ, મહારાજા તુષાર સિંહ – દેવગઢ બારીયા, નવાબ સુલતાન સલાઉદ્દીન ખાન બાબી – બાલાસીનોર, મહારાજા રિધ્ધીરાજસિંહ – દાંતા, મહારાજા જયપ્રતાપ સિંહ – છોટા ઉદેપુર, મહારાજ કુમાર કેતન સિંહ – પાલીતાણા, ઠાકોર ધૃવ સિંહ – સાણંદ, દરબાર સાહેબ સત્યત કુમાર – જસદણ, રાઉ સાહેબે હરેન્દ્રપાલ સિંહ – પોશીના, ઠાકોર દેવેન્દ્ર સિંહ – વિરપુર, ઠાકોર રાઘવેન્દ્ર સિંહ – વલ્લભીપુર, ઠાકોર કૃતાર્થ સિંહ – દેવપુર, ઠાકોર મયૂરધ્વજસિંહ – તેરા, ઠાકોર અમર કુમાર સિંહ – પાળ, ઠાકોર સાહેલી અશોક સિંહ – ગૌરીદડ, ઠાકોર રાજ વિજય સિંહ – રાજપરા, દરબાર અજય વાળા – અમર નગર, દરબાર રાજસિંહ વાળા – ઢાંક, દરબાર સાહેશ થી પશવંત કુમાર સિંહ – બાબરા, દરબાર સાહેબ, જયવિર સિંહ – ચોટીલા, યુવરાજ સાહેલ શેહરયાર ખાન – બજાણા, યુવરાજ જયદીપ સિંહ – સેકારીયા, યુવરાજ યશવંત સિંહ – મેંગણી, કુમાર ઇન્દ્રતસિંહ – નલીયા, કુમાર દિલીપ સિંહ – દીયોદર, કુમાર ધ્રુવકુમાર સિંહ – ધુવનગર, કુમાર સાહેત્ર સમીર વાળા – જેતપુર, કુમાર સવે ક મહાવીર સિંહ – ચોટીલા, કુમાર સાહેષ્ટ વિજયસિંહ – બિલખા, કુમાર ભાનુપ્રતાપ સિંહ – બિલખા, કુમાર સાહેલા પૃથ્વીસિંહ – બિલખા, કુમાર ચંદ્રત સિંહ – શાપર, કુમાર સૂર્યવિર સિંહ – શાપર, કુમાર અભિત સિંહ – ઢાંક, કુમાર ધર્મરાજ સિંહ – માખાવડ, કુમાર સામે અજયરાજ સિંહ – કાનપુર, કુમાર મહેશચંદ્ર સિંહ – ગણોદ, કુમાર ભવાનીસિંહ – બિલખા, કુમાર ભગીરથ સિંહ – બિલખા, ભયલુભાઈ – પાળીયાદ સહિતના રાજવીઓએ રાષ્ટ્ર પ્રથમ એ દિશામાં ગહનતા પૂર્વક વિચાર-વિમર્શ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે “રાષ્ટ્ર પ્રથમ” ચિંતન બેઠકમાં અઠ્ઠાવીસ રાજવીઓએ સ્વયં ઉપસ્થિત રહીને અને સોળ રાજવીઓએ પત્ર પાઠવીને “રાષ્ટ્ર પ્રથમ” વિભાવનાને પોતાનું સમર્થન જાહેર કરીને સનાતન ધર્મ અને ભારતીય સંસ્કાર વારસાના જતન હેતુ સંપૂર્ણ બહુમતિ ધરાવતી સરકારનું ગઠન કરાવવાની દિશામાં સંકલ્પબદ્ધ થયાં હતાં.