135 હતભાગીઓના પરિવારોને 1-1 લાખના ડિમાન્ડ ડ્રાફ્ટ અને રાશન કીટ અપાઈ
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીની ગોઝારી પુલ દુર્ઘટનાના હતભાગીઓને અગાઉ મોરબીના રાજવી પરિવારે ભારે હૈયે શ્રદ્ધાંજલિ આપી મૃત્યુ પામેલા 135 હતભાગીઓના પરિવારોને 1-1 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી તે મુજબ ગઈકાલે મોરબી રાજવી પરિવાર દ્વારા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 135 હતભાગીઓના પરિવારોને 1-1 લાખની સહાય આપવાની સાથે રાશન કીટ આપવામાં આવી હતી. મોરબીની ઝૂલતાપૂલ દુર્ઘટનામાં અગાઉ મોરબી રાજવી પરિવારના રાજમાતા વિજયકુંવરબાએ હતભાગીઓને શ્રદ્ધાંજલિ આપી આ આઘાતજનક ઘટના અંગે ઉડા શોકની લાગણી વ્યક્ત કરી આપતિ વખતે રાજવી પરિવાર મોરબીની પડખે હોવાનું જણાવી હતભાગીઓના પરિવારને મદદરૂપ થવા મૃત્યુ પામેલા 135 હતભાગીઓના પરિવારોને 1-1 લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી.
- Advertisement -
આ દરમિયાન ગઈકાલે મોરબી રાજવી પરિવાર સંચાલિત મયુર હોસ્પિટલ ખાતે રાજવી પરિવારના મીરાબાપાના હસ્તે પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 135 દિવગંતોના દરેક પરિવારોને રૂ.1-1 લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી. સાથેસાથે આ તમામ પરિવારોને રાશન કીટ આપી ભારે સંવેદના વ્યક્ત કરીને આ આઘાત સહન કરવાની પરમાત્મા શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.