બેંકમાં નોકરી કરતી યુવતી સહિત ત્રણ સામે રિમાન્ડની તજવીજ
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ એક્સિસ બેંકનાં ગોલ્ડ લોન વિભાગમાં નોકરી કરતા એક યુવતી સહિત ત્રણ કર્મચારીઓએ પૂર્વયોજીત કાવતરું રચી બેંકના લોકરમાં રહેલ કસ્ટમરના ગોલ્ડના પાઉચમાંથી સાચું ગોલ્ડ કાઢી નવા પાઉચ ઉપર જુના પાઉચની તમામ વિગત લખી અધિકારીઓની સહીઓ કરી પાઉચ ઉપરનાં દસ્તાવેજી રેકર્ડ ખોટા તૈયાર કરી તેમાં પીળી ધાતુનાં ખોટા દાગીના મુકી બેંકનાં તિજોરીમાં પાઉંચો રાખી બનાવટી કસ્ટમર ઉભા કરી તેના નામે નવી ગોલ્ડ લોન મંજૂર કરાવી બેંકનાં કસ્ટમરની ગોલ્ડ લોનનાં પેકેટો 6 જે ગોલ્ડનો વજન 2 કીલો 746 ગ્રામ (2746.8 ગ્રામ) જેની કિંમત રૂ. આશરે 2 કરોડ રૂપીયાની ત્રણેય આરોપીઓ બેંકના કર્મચારી હોવા છતા આર્થિક ફાયદો મેળવવા બેંક સાથે વિશ્વાસઘાત કરી ગુન્હો આચર્યો હતો.
જે બાબતે પોલીસ ફરિયાદ થતા બેંકના ત્રણ કર્મચારી પોલીસે રાઉન્ડઅપ કર્યા.
બેંક મેનેજર રામભાઇ સોલંકીએ ફરિયાદ બાદ તા.3 ના રોજ બેંકના અધિકારીઓની ટીમ અલગ-અલગ બ્રાંચો માંથી આવેલ અને બ્રાન્ચનાં ગોલ્ડ લોનની તિજોરીમાં રહેલ કસ્ટમરનાં ગોલ્ડ લોનનો કુલ 426 પાઉંચોની વેલ્યુઅર સાથે રાખી તપાસ કરતા કુલ 49 પાઉચની તપાસણી થયેલ જેમાંથી 6 પાઉચ માંથી પીળા ધાતુના 2 કિલો 746 ગ્રામના ખોટા દાગીના જેની આશરે સોનાની કિંમત 2 કરોડ થાય તેવા મળી આવ્યા હતા અને તેમનો ખોટો રેકોર્ડ તૈયાર કરવામાં આવ્યો હતો.તેમજ 49 પૈકી હજુ 10 પાઉચ શંકાસ્પદ છે.જેનું 2 વખત ઓડિટ થઈ ગયેલ હોઈ તેવું જણાયેલ છે.અને તપાસમાં આવેલ પીળી ધાતુનાં ખોટા દાગીનાં રાખી છેતરપીંડી થયેલ તે એક્સિસ બ્રાન્ચના ગોલ્ડ લોન વિભાગના સેલ્સ મેનેજર માનસિંગ ગઢીયા અને તેમના વિભાગના કર્મચારીઓ વિપુલ રાઠોડ તથા પીન્કીબેન ખેમચંદાણીએ કરેલનું જણાયેલ અને બેંકનાં અધિકાર દ્રારા આ ત્રણેયની પૂછપરછ કરતા પ્રાથમીક તપાસમાં જાણવા મળેલ કે તેઓએ કસ્ટમરનાં સાચા ગોલ્ડ ઉપર તેમનાં દ્રારા ઉભા કરાયેલા કસ્ટમરને ગોલ્ડ લોન આપી બેંક સાથે છેતરપીંડી કરેલ જણાઇ આવેલ છે.
જેથી બેંકના મેનેજર દ્વારા વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં ત્રણેય કર્મચારીઓ વિરૂદ્ધ ફરિયાદ થતા યુવતિ સહિત ત્રણને પોલીસે રાઉન્ડઅપ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ હાથ
ધરી છે.