ઑનલાઇન બુકિંગ પણ બંધ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
- Advertisement -
જૂનાગઢ ગિરનાર પર્વત પર આજે વેહલી સવારથી ભારે પવન ફુંકાતા ગિરનાર રોપ-વે બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો તેની સાથે રોપ-વે ઓનલાઇન ટિકિટ બુકીંગ બંધ કરવામાં આવ્યું હતું. ગિરનાર પર્વત પર પ્રતિકૂળ હવામાનને કારણે ગિરનાર રોપ-વે સેવા સ્થગિત કરવામાં આવી હતી જયારે પર્વત પર પવનની ગતિ 69 કિ.મી પ્રતિ કલાકે નોંધાતા રોપ-વે સેવા બંધ કારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તેની સાથે ગિરનાર રોપ-વેમાં સફર કરવા આવતા યાત્રિકો માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ આજના દિવસનું બંધ કરવામાં આવ્યું હતું જોકે પવનની ગતિ ધીમી પડશે તો ફરી રોપ-વે સેવા કાર્યરત કરવામાં આવશે અને ઓનલાઇન બુકીંગ પણ ફરીથી શરુ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.