પવનની ગતિ ધીમી પડશે તો રોપ-વે ફરી શરૂ થશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં ગિરનાર પર્વતમાં મોડી રાત્રીથી ભારે પવન ફૂંકાવાનો શરૂ થયો હતો. અંદાજે 80 કિમી ઝડપે પવન ફૂંકાતા આજ સવારથી ગિરનાર રોપ-વે બંધ કરવાનો નિર્ણય કંપની દ્વારા લેવામાં આવ્યો હતો અને પવન ની ગતિ ધીમી પડશે, તો ફરી રોપ-વે શરૂ કરવામાં આવશે,તેમ જણાવાયું હતું. ભારે પવન ફૂંકાતા ગિરનાર પર્વત રહેતા સ્થાનિક લોકો અને ગિરનાર પર આવતા યાત્રિકોને તેજ પવનની ગતિથી મુશ્કેલી અનુભવી હતી.