ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ શહેરમાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ વધ્યું હતું અને બપોરના સમયે 31 ડિગ્રી આસપાસ જોવા મળ્યું હતું અને ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે આજે સવારથી ફરી ભારે પવનના કારણે ઠંડીનો ચમકારો વધ્યો હતો અને લોકો ફરી ઠુંઠવાયા હતા. આજે સવારથી ફરી વાતાવરણ અચાનક બદલ્યું હતું અને ગિરનાર પર્વત પર 50 થી 60 કિમિની ઝડપે પવન ફુંકાતા ગિરનાર રોપ-વે સેવા યાત્રિકોની સલામતીની દ્રષ્ટિએ રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લીધો હતો જોકે પવનની ગતિ ધીમી પડશે તો ફરી રોપ-વે સેવા કાર્યરત થશે જોકે આજે અચાનક હવાનામમાં પલટો આવ્યો હતો અને વેહલી સવારે પવનના સુસવાટા સાથે 11 થી 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.છેલ્લા બે દિવસથી 31 થી 32 ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું પરંતુ ફરી ઠંડી વધતા જોવા મળી છે.
જૂનાગઢમાં ભારે પવનના કારણે રોપ-વે બંધ: ઠંડીનો ચમકારો વધ્યો
