31 વર્ષીય રોડ્રિગ્ઝે સોમવારે (11 ઓગસ્ટ, 2025) ઇન્સ્ટાગ્રામ પર પોતાની આંગળીમાં એક મોટી વીંટી દર્શાવતા ફોટોગ્રાફ સાથે આ ખુશખબર જાહેર કરી.
પોર્ટુગલના પ્રખ્યાત ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોતાની રમતની સાથે પોતાના અંગત જીવનને લઈને પણ હંમેશા ચર્ચામાં રહે છે. 4 બાળકોના પિતા હોવા છતાં રોનાલ્ડોએ આજ સુધી લગ્ન કર્યા નથી, પરંતુ હવે ચાહકો માટે એક સારા સમાચાર છે, કારણ કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ટૂંક સમયમાં તેની પાર્ટનર જોર્જિના રોડ્રિગ્સ સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. બંનેએ સગાઈ કરી લીધી છે, તેની ગર્લફ્રેન્ડ જોર્જિનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સગાઈની વીંટીની તસવીર શેર કરી છે, જે ખૂબ વાઈરલ થઈ રહી છે.
- Advertisement -
રોનાલ્ડો અને જોર્જિના 8 વર્ષથી ડેટિંગ કરી રહ્યા છે
પોર્ટુગલ ફૂટબોલ ટીમના કેપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને મોડેલ જોર્જિના રોડ્રિગ્સ 8 વર્ષથી સાથે છે. તેમની ડેટિંગ વર્ષ 2016માં શરૂ થઈ હતી. જ્યોર્જિના સાથે રોનાલ્ડોને 4 બાળકો છે.
જેમાં વર્ષ 2017માં સરોગસી દ્વારા Eva Maria અને Mateoનો જન્મ થયો હતો. આ જ વર્ષે, Alanaનો પણ જન્મ થયો. વર્ષ 2022માં Bellaનો જન્મ થયો, પરંતુ તેની સાથે જન્મેલા તેના ભાઈનું જન્મ પછી તરત જ અવસાન થયું હતું. રોનાલ્ડોનો એક મોટો દીકરો (રોનાલ્ડો જુનિયર) પણ છે, જેની માતા વિશે કોઈ માહિતી નથી.
- Advertisement -
View this post on Instagram
જોર્જિના રોડ્રિગ્સની પોસ્ટ વાઈરલ
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ગર્લફ્રેન્ડ જોર્જિના રોડ્રિગ્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે, જેમાં તેનો અને રોનાલ્ડોનો હાથ દેખાય છે. જોર્જિનાના હાથમાં એક રીંગ છે, જે સગાઈની છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘હા, મેં કરી લીધી છે.’ આ ફોટો સાઉદી અરબના રિયાધનો છે, તેણે પોસ્ટની સાથે લોકેશન પણ શેર કર્યું છે. આ પછી યુઝર્સ તેને અભિનંદન આપી રહ્યા છે.
વર્ષ 2016માં થઈ હતી રોનાલ્ડો અને જોર્જિનાની પહેલી મુલાકાત
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને જોર્જિના રોડ્રિગ્ઝની મુલાકાત 2016માં મેડ્રિડના એક ગુચી સ્ટોરમાં થઈ હતી, જ્યાં જોર્જિના સેલ્સ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી. આ અચાનક થયેલી મુલાકાત જલ્દી જ પ્રેમમાં બદલાઈ ગઈ. આર્જેન્ટિનામાં જન્મેલી અને સ્પેનના જેકા શહેરમાં ઉછરેલી જોર્જિના મેડ્રિડ આવતા પહેલાં ડાન્સની ટ્રેનિંગ પણ લીધી હતી. અત્યારે, રોડ્રિગ્ઝ એક સ્પેનિશ મોડેલ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. રોનાલ્ડો અને જોર્જિના રોડ્રિગ્ઝે 2017ની શરૂઆતમાં પોતાના સંબંધને જાહેરમાં સ્વીકાર્યો હતો. આ બંને પહેલી વાર સ્વિટ્ઝરલેન્ડના ઝ્યુરિકમાં યોજાયેલા ફિફા ફૂટબોલ એવોર્ડ્સમાં સાથે જોવા મળ્યા હતા.