કેશોદમાં રોમીયોગીરી કરતા યુવાનોને પાઠ ભણાવતી 181 મહિલા હેલ્પલાઇન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
- Advertisement -
કેશોદ શહેરમાંથી એક કિશોરી બોર્ડની પરીક્ષા આપવા જતી હતી તે સમયે બાયક પર સવાર બે યુવકો એકલી જતી કિશોરીને જોઈ રેકી કરતા હતા અને બીભત્સ વર્તન કરતાં હોવાની 181 અભ્યમ હેલ્પલાઇન નંબર પર કિશોરીએ કરી હતી ફરિયાદ કિશોરીએ ફોન કરીને વિગત જણાવી હતી કે, પરીક્ષા દેવા જતા સમયે બે યુવક બાઈક લઈને તેમની પાછળ આવીને હેરાન કરી બીભત્સ ઈશારા કરે છે. જેથી કેશોદ 181 ટીમના ફરજ પરના કાઊન્સેલર પ્રિયંકા ચાવડા દ્વારા ગંભીરતા સમજીને સત્વરે તેમની ટિમ સાથે ઘટના સ્થળ પર દોડી ગયાં હતાં. અને કિશોરીને મળીને સાંત્વના આપી કાઉન્સેલીગ કરીને તેમની સમસ્યા વિગતવાર સાંભળી હતી અને મળેલ વિગત મુજબ તેઓ પરીક્ષા આપવા જાય ત્યારે બે યુવકો ત્રણ ચાર દિવસ થી તેમની રિક્ષાની પાછળ આવતા હોય અને ચોકલેટ દેખાડી ઈશારા કરતા હોય છે અને કિશોરીને એનકેન પ્રકારે હેરાન કરતા હોવાનું સામે આવ્યું હતું. મહત્વનું છે કે બન્ને યુવકો ત્યાં ઘટના સ્થળ પર જ હાજર હોય જેથી તેનુ પણ કાઊન્સેલીગ કરીને કડક શબ્દોમાં કાયદાનુ ભાન કરાવેલ અને યુવકોના વાલીને પણ ફોન કરીને જણાવેલ તેમજ કિશોરીને પોલીસ સ્ટેશનમાં ફરીયાદ વિશેની કાયદાકીય માહિતી પણ આપવામાં આવી હતી જો કે કિશોરીએ યુવકોને સમજાવવા માંગતા હોય અને પોલીસ ફરિયાદથી યુવકોનું ભવિષ્ય ન બગડે તે માટે યુવકોને કડક શબ્દોમાં સમજાવેલ અને યુવકોએ લેખીતમા ફરી આવી રીતે આવી કોઈ પ્રવૃત્તિ નહી કરે તેવું નિવેદન આપ્યું હતું જ્યારે સમગ્ર ઘટના બદલ યુવકોએ બધી જ કિશોરીઓની માફી પણ માંગીને તેમની ભુલ સ્વીકારેલ હતી.જેથી કિશોરીએ 181 મહિલા હેલ્પલાઇનની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.