સંજના ગણેશન તરફથી વિશેષ ભેટ મળવાથી રોહિત શર્મા ખૂબ જ ખુશ દેખાયો
ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થઈ છે. ન્યુઝીલેન્ડે ઉદઘાટન મેચમાં ગ્રુપ-એમાં પાકિસ્તાનને હરાવ્યું છે. હવે આજે ભારત બાંગ્લાદેશનો સામનો કરી રહ્યું છે. આઇસીસીએ આ મેચ પહેલાં એક વિડિઓ રજૂ કર્યો છે. આ વિડિઓમાં, જસપ્રિત બુમરાહની પત્ની અને સ્ટાર હોસ્ટ સંજના ગણેશન કેપ્ટન રોહિત શર્માને ભેટ આપતી જોવા મળે છે.
- Advertisement -
ભેટ આપીને સંજાનાએ એમ પણ કહ્યું કે, આઇસીસીએ ચેમ્પિયન્સ ટ્રોફીના તમામ કપ્તાન માટે નવી પહેલ શરૂ કરી છે. તે દરેક કેપ્ટનને ફ્રેમ કરેલો કેપ્ટનનો પોતાનો ’ડિજિટલ અવતાર’ આપી રહ્યાં છે, જે તે કેપ્ટનનું વિશેષ ચિત્ર છે. આઇસીસીએ રોહિતના ’ડિજિટલ અવતાર’ માટે પણ એક કેપ્શન લખ્યું હતું કે લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત, નિર્ભીક અને તૈયાર રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી પર પ્રભુત્વ મેળવવા માટેનાં મિશન પર છે.
ડિજિટલ અવતારમાં, રોહિત મુંબઈનાં ગેટવે ઓફ ઇન્ડિયાની સામે બેટ સાથે દબંગ શૈલીમાં ઉભા છે. આ બરાબર તે જ પોઝ છે જ્યારે કોઈ બેટ્સમેન એક સદી ફટકારીને આપે છે. રોહિતે આ ભેટની પ્રશંસા કરી અને કહ્યું કે તે ખૂબ સુંદર છે. તેમણે કહ્યું કે તમે આ જુઓ આ ભારતનો પ્રતિષ્ઠિત ગેટવે છે. મારું બેટ હવામાં છે. આ એવો પોઝ છે જે હું આ ટૂર્નામેન્ટમાં કરવા માંગું છું. હું મોટો સ્કોર કરવાની આશા રાખું છું. તેમણે કહ્યું કે આમાં, મારો અવતાર ખૂબ સારી રીતે તૈયાર કરવામાં આવ્યો છે તે બદલ આઇસીસીનો આભાર .
ભારતનો આજે બાંગ્લાદેશ સામે મેચ
ક્રિકેટમાં હાલમાં ઉતાર ચઢાવઓએ ભારતને ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આજે બાંગ્લાદેશ સામેની તેની પહેલી મેચ આ ટીમ સંબંધિત પ્રશ્નોને દૂર કરવા તરફનું પ્રથમ પગલું હશે.
- Advertisement -
ભારતીય ટીમ 2018 પછી દુબઈમાં પ્રથમ વનડે રમશે. ભારતીય સ્પિનરો અહીં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. બાંગ્લાદેશની સામે રમવાનું સરળ રહેશે નહીં. ભારતને વધુ મહેનત કરવી પડશે.