ગ્રાહક દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી
વીમાની રકમ અંગે પુછપરછ માટે ગ્રાહકે ફોન કરતા ફોન ન ઉપાડ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રોહા હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા ગ્રાહકોને અંધારમાં રાખવામાં આવી રહ્યાંની ફરિયાદ ઉઠી છે. લોનની રકમમાંથી મોટી રકમ કાપી લેવામાં આવે છે. તેમજ યોગ્ય જવાબ આપવામાં આવતો નથી. ગ્રાહક દ્વારા વીમા અંગેની જાણકારી માટે ફોન કરતા રોહા હાઉસિંગ ફાઇનાન્સે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે.
જોકે ગ્રાહક દ્વારા હવે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહ્યાંનું જાણવા મળ્યું છે.
રોહા હાઉસિંગ ફાઇનાન્સમાં લોન માટે આવતા લોકોને આંબા આંબલી બતાવવામાં આવે છે.બાદ તે પ્રકારનું થતું ન હોવાની ફરિયાદ ઉઠી છે.રોહા હાઉસિંગ ફાઇનાન્સમાંથી અરજદારે લોન લીધી હતી. 14.90 લાખની લોન મંજુર કરાઇ હતી,પરંતુ અરજદારને 13.75 લાખ રૂપિયા આપવામાં આવ્યાં છે.
- Advertisement -
1.14 લાખ રૂપિયા કાપી લેવામાં આવ્યાં હતાં. અરજદારે હિસાબ માંગ્યો કાચા કાગળમાં લખીને આપી દીધો હતો. બાદ સેંકશન લેટર આપ્યો હતો. આ બન્નેમાં ભારે વિસંગતા જોવા મળી હતી. આ ઉપરાંત અરજદારને કોઇ પણ માહિતી આપ્યા વિના વીમાની રકમ ભરી લેવામાં આવી હતી .પહેલા 77,400 રૂપિયા વિમાનાં કહેવામાં આવ્યા બાદ હવે 63,331 રૂપિયા કહેવામાં આવ્યાં છે. આ અંગેનાં અહેવાલ ખાસ ખબરમાં પ્રસિધ્ધ થયા બાદ રોહા હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા ઢાંકપિછોડો કરવાનાં પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.તેમજ હવે અરજદાર ફોન કરે તો ફોન ઉપાડવવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. અરજદાર દ્વારા વીમા અંગેની પુછપરછ માટે ફોન કરતા ફોન ઉપાડવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. ગ્રાહક દ્વારા રોહા હાઉસિંગ ફાઇનાન્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે.
તમારી સાથે આવી છેતરપિંડી થઇ હોય તો ખાસ ખબરનો સંપર્ક કરો
ફાઇનાન્સનાં નામે અનેક લોકો છેતરાઇ રહ્યાં છે. તેમજ રોહા હાઉસીંગ ફાઇનાન્સ દ્વારા યોગ્ય માહિતી કે જવાબ ન મળતો હોય તો આધાર પુરાવા સાથે ખાસ ખબર મો.નં. 96149,95149 ઉપર સંપર્ક કરવો. તમારી ન્યાયીક લડાઇમાં ખાસ ખબર તમારી સાથે રહેશે.



