‘છરીના ઘા મારી પતાવી દઇશું’ કહી ટ્રાવેલ્સ ધંધાર્થીને ગાળો ભાંડી: માલવિયાનગર પોલીસે ગુનો નોંધી કુખ્યાત બેલડીને ઝડપી લીધી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના મવડી મેઈન રોડ પરથી ધોળા દિવસે છરીની અણીએ થારની દિલધડક લૂંટનો બનાવ પોલીસ ચોપડે નોંધાતા ખળભળાટ મચી ગયો હતો માલવીયાનગર પોલીસે ગુનો નોંધી ગણતરીની કલાકોમાં જ કુખ્યાત મિત ઉર્ફે ભાજી અને પ્રિતેશ ઉર્ફે દિકુ નામના શખ્સોને દબોચી લઈ પૂછતાછ કરતાં આર્થિક ભીંસ દૂર કરવા લૂંટ કર્યાની કબુલાત આપી હતી. રાજકોટમાં લક્ષ્મીનગર મેઈન રોડ પર રહેતાં અને ટ્રાવેલ્સનો ધંધો કરતાં ધ્રુવેનસિંહ કૃપાલસિંહ જેઠવા ઉ.22એ બે અજાણ્યા સામે માલવીયાનગર પોલીસમાં લૂંટ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેમના મિત્ર ધવલભાઈ મુકેશભાઈ સરધારા ઘણી વખત તેઓ પાસે ભાડે કાર લેવા માટે કસ્ટમર આવે ત્યારે તેઓ ધવલ પાસેથી તેમની કાર ભાડેથી લઈ કસ્ટમરને આપે છે ગઈ તા.24 ના ધવલની થાર જે કાળા કલર ની છે તે ફરિયાદીના નાનાભાઈ મિતરાજસિંહએ ઓપરેશન કરાવેલ હોય જેથી તેને હોસ્પીટલ લઈ જવા માટે તેઓ વાપરવા માટે લાવેલ હતો ગત બપોરે ઘરે જતાં હતા અને મવડી મેઈન રોડ પર પહોચેલ ત્યારે અચાનક એક આઈ-20 સફેદ કલરની કાર ઉદયનગર બાજુથી નીકળી તેઓની કારની આડી રાખી દીધેલ હતી તે કારમાં બે વ્યક્તિ બેસેલ હતા, તે બંન્નેમાથી પાતળા વ્યક્તિ પાસે છરી હતી અને છરીના ઈશારાથી તેમને થાર ગાડીમાથી નીચે ઉતરવાનું જણાવેલ પરંતુ તેઓ થાર કારમાથી નીચે ઉતરેલ ન હતો. જેથી બંન્ને વ્યક્તિ થાર કાર પાસે આવી કારનો કાચ ખુલ્લો હતો ત્યાંથી બંન્નેમાથી એક વ્યક્તિ જે શરીરે જાડો હતો તેણે થાર ગાડીની ચાવી કાઢી લઈ અને તેની સાથેનો પાતળો વ્યક્તિ ગાળો બોલી કહેલ કે, આ થાર કાર ધવલ સરધારાની છે તે અમને ખબર છે, અને અમારે લઈ જવાની છે તમો બંન્ને નીચે ઉતરી જાવ તેમ કહેતા યુવાન કારમાથી નીચે ઉતરી ગયેલ અને તેનો નાનો ભાઈ કારમા જ બેસી રહેલ હતો.
- Advertisement -
તેમજ આરોપીઓએ કહેલ કે, તું અમારી કારમા બેસી જા હું ધવલ સરધારા સાથે વાત કરાવી આપું, જેથી યુવાન તેની કારમા બેસી જતા આઈ-20 કાર એક પાતળો વ્યક્તિ ચલાવતો હતો અને અલ્કા સોસાયટી શેરી નં-05 મા ગયેલ ત્યાં છરી બતાવી કહેલ કે, કારમાથી ઉતરી જા અને તારા ભાઈને પણ ઉતારી દે નહીતર આ છરીના ઘોદા મારી તને અને તારા ભાઈને પતાવી દઈશું તેમ કહી ધક્કો મારી તેની કારમાંથી ઉતારી દીધેલ હતો. બાદમાં તેને તેના ભાઈને આ લોકોથી બચવા થાર ગાડીમાથી ઉતારી લેતા આ આરોપી છરી બતાવી ગાળો દઈ થાર કાર લઈને ભાગી ગયેલ હતા જેથી યુવાને તુરંત જ થાર કારના માલીક ધવલભાઈ સરધારાને કોલ કરી બનાવ બાબતે જણાવી પોલીસમા ફોન કરેલ હતો. થોડીવારમા પોલીસ બનાવ સ્થળે આવી જતા સમગ્ર બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી
દરમિયાન હેડ કોન્સ્ટેબલ અજય વિકમા, કોન્સ્ટેબલ ભાવેશ ગઢવી, મનીષ સોઢીયા અને જયદિપસિંહ ભટ્ટીને થાર કાર નં-ૠઉં-03-ગઋ-6177 વાળી લુંટ કરીને બે અજાણ્યા ઇસમો હાલ કાંગશીયાળી મેઇન રોડ તપન હાઇટર્સ સામે ખુલ્લા મેદાનમાં ઉભેલ છે, તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે ટીમે દોડી જઈ શ્રીનાથજી સોસાયટીના મિત ઉર્ફે ભાજી રમેશ ખગ્રામ ઉ.28 અને તેની સાથેના મારૂતીનંદનનગરના પ્રિતેશ ઉર્ફે દિકુ અલ્પેશ ગોટેચા ઉ.23ની ધરપકડ કરી 7 લાખની થાર કાર કબ્જે કરી પૂછતાછ આદરી હતી આરોપી મિત ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.