દંપતી ઉપર હુમલો કરી 16 હજારની મત્તા લૂંટી ગયા: શેરીના લોકોએ પ્રતિકાર કરતાં પથ્થરમારો કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
રાજકોટની ભાગોળે મેટોડા જીઆઇડીસી પાસે આવેલ આસ્થા વિલેજ સોસાયટીમાં વહેલી સવારે 4 લુંટારૂઓ ત્રાટકયા હતા અને મકાનમાલીક દંપતિ જાગી જતા તેના ઉપર લોખંડના સળીયાથી હુમલો કરી 16 હજારની મતા લુંટી ભાગતા ભાગતા લુંટારૂઓએ શેરીનાં લોકો ઉપર પણ પથ્થરમારો કર્યો હતો.
- Advertisement -
મેટોડા આસ્થા વિલેજ સોસાયટીમાં રહેતા અને નોકરી કરતા જયેશભાઇ ઉકાભાઇ ડોડીયાએ ત્રણ થી ચાર અજાણ્યા લુંટારૂઓ સામે મેટોડા જીઆઇડીસી પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે વહેલી સવારના સાડાત્રણ થી ચાર વાગ્યા દરમ્યાન ત્રણથી ચાર અજાણ્યા ઇસમોએ ફરીયાદીના ઘરમાં રસોડાની કાચની બારી ખોલી બારીના લોખંડના સળીયા કોઇ સાધન વડે કાપી બારીમાંથી ફરીયાદીના ઘરમાં પ્રવેશ કરી હોલમાં ટેબલ ઉપર રાખેલ ફરીયાદીનો 15 હજારનો મોબાઇલ તથા કબાટમાંથી 1000 રોકડ મળી કુલ રૂ.16,000/- ની ચોરી કરતાં હોય તે દરમ્યાન ફરીયાદીના પત્ની જાગી જતા બુમાબુમ કરતા ફરયાદી પણ જાગી જતાં લુંટ કરવા આવેલ ઇસમોનો પ્રતિકાર કરતા ફરીયાદી સાથે ઝપાઝપી કરી માથાના ભાગે લોખંડના સળીયા વડે હુમલો કરી ઇજા પહોંચાડી તથા ફરીયાદીના પત્નિને હાથની આંગળી ઉપર તથા પગમાં ઇજા પહોંચાડી ગાર્ડન તરફ ભાગતા હતા ત્યારે શેરીમાં લોકો જાગી જતા લોકો ઉપર પથ્થરો ફેંકી લુંટ કરી નાસી ગયા હતા ફરીયાદ અન્વયે મેટોડા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.