મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ સિટી ઈજનેરોને આપી સૂચના, ખાડામાં મેટલ, મોરમ પથરાશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ભારે વરસાદથી ચારેબાજુ પાણી ભરાઈ ગયા છે. મુખ્ય માર્ગો સોસાયટી, શેરીઓમાં મસમોટા ખાડાઓ પડી ગયા છે. જેથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, શહેરના લગભગ તમામ રાજમાર્ગ અને મુખ્ય વિસ્તારોમાં ઉભા કરવામાં આવેલા ઈઈઝટ નેટવર્કનો ઉપયોગ રસ્તાના ખાડાઓ શોધવા માટે કરી રહ્યા છીએ. અને ખાડા શોધીને તેને બુરવાની સૂચના પણ ત્રણે ઝોનના સિટી ઇજનેરોને આપી દેવાઈ છે. અમિત અરોરાએ વધુમાં જણાવ્યું હતું કે, ગઈકાલથી જ તમામ ઇજનેરોને પોતપોતાના ઝોન અને વોર્ડમાં ઈઈઝટમાંથી નિહાળીને ખાડા બુરવાનું શરૂ કરી દીધું હતું. જેમાં મેટલ, મોરમ જે પ્રકારે ખાડા બુરાતા હોય તે કેમેરામાંથી જોઇને તુરંત સુચના આપવા અને વાહન ચાલકોને ઓછામાં ઓછી તકલીફ પડે તે બાબત ધ્યાને રાખવા સૂચનાઓ જાહેર કરી હતી.