ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળના વોર્ડ નં.1માં ભારે વરસાદના કારણે રસ્તાઓ ધોવાઈ જતા રોડ રિપેર અને વાઈડનિંગની કામગીરી હાથ ધરાઈ હતી.તાજેતરમાં જુલાઈ માસમાં ભારે વરસાદના પગલે સમગ્ર વેરાવળમાં પાણી ઘુસી ગયા હતા.જેમાં પણ સૌથી વધુ પાણી વેરાવળના વોર્ડ નં.1 ના ડાભોર રોડના વિસ્તારોમાં ઘૂસ્યું હતું અને રસ્તાઓનું પણ ધોવાણ થયું હતું.જેના પગલે તાજેતરમાં પાલિકા દ્વારા અને વોર્ડ નં.1ના નગરસેવિકાની રજૂઆતોને ધ્યાને લઇને રોડ વાઈડનિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.સાથો સાથે પાણીના નિકાલ માટે પણ વ્યવસ્થાઓ જોઈ અને જરૂરી પગલા લેવામાં આવશે.આ તકે વોર્ડ નં.1 ના નગરસેવિકા દિક્ષિતાબેન અઢિયાએ પણ સ્થળ નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો આપ્યા હતા.
વેરાવળના વોર્ડ એકમાં ભારે વરસાદ બાદ રોડ વાઈડનિંગ કામગીરી હાથ ધરાઈ
