ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ચોમાસાના કારણે બિસ્માર થયેલા માર્ગોને યુદ્ધના ધોરણે મરામત કરી પૂર્વરત કરવાની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સૂચના આપી હતી. રાજ્ય સરકારના આ દિશાનિર્દશો અનુસરતા અમરેલી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા અમરેલી જિલ્લામાં વિવિધ માર્ગોની મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે સ્ટેટ હાઇવે અમરેલી- કુંકાવાવ અને ચિતલ રાઢિયા- લુણીધાર માર્ગ પર આસ્ફાલ્ટથી પેચવર્કની કામગીરી ચાલી રહી છે.
- Advertisement -
લીલીયા- સાવરકુંડલા તાલુકાને જોડતા જૂના સાવર-ભુવા ગામ વચ્ચેના માર્ગ પર પાણી ભરાઈ જતા તે માર્ગ બિસ્માર થયો હતો. આ માર્ગ પર પડેલા ખાડાઓને પૂરવા આશરે 700 મીટરના ભાગ પર 16 શ્રમિકો કાર્યરત છે. અને 8 કલાકના કામ કરી રહ્યા છે. મરામત માટે સ્ટોન ડસ્ટ, કપચી, રેતી સહિત આશરે 153 ટન સામગ્રીની મિશ્રણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજી તરફ રાજુલા તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા લાઠપુર થી કોવાયા જવાના માર્ગ છે બિસ્માર હાલતમાં હોય તે બિસ્માર માર્ગની મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજુલા થી ડુંગર રોડ જે અતિ બિસ્માર હાલતમાં છે અહીં આ રોડ પર કપચી અને સ્ટોન ડસ્ટથી ખાડાઓ પર થીંગડા મારવામાં આવ્યા છે.પરંતુ રોડ પર ડામરનું સમારકામ કરવામાં આવે માંગ ઉઠવા પામી છે. ત્યારે જીલ્લા ભરમાં માર્ગની મરામતના થીંગડા કેટલો સમય ટકે છે તે જોવાનું રહ્યું.