8 એકમોને ફૂડ લાયસન્સ બાબતે તાત્કાલિક સૂચના
ગુણવત્તા ચકાસણી માટે ટાટા, નિરમા, દાંડી સહિત વિવિધ બ્રાન્ડના 9 મીઠાના નમૂના લેવાયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના સ્પીડવેલ પ્લોટ-80 ફૂટ રોડ વિસ્તારમાં ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 19 ધંધાર્થીઓની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
આ ચકાસણી દરમિયાન કુલ 8 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ (FSSAI) મેળવવા બાબતે તાત્કાલિક સૂચના આપવામાં આવી હતી. જેમાં ક્રિષ્ના માવા કેન્ડી, પૂર્ણિમા ઘૂઘરા, નિધિ કચ્છી દાબેલી, બાલાજી વડાપાઉં, ભેરુનાથ કોલ્ડ પાણીપૂરી, ૠઉં 36 ભૂંગળા બટેટા, આકાશ સ્વીટ્સ અને જ્યુસ શેઇકનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ વિશેષ ઝુંબેશના ભાગરૂપે કુલ 09 ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા, જેને પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા છે. લેવાયેલા નમૂનાઓમાં મુખ્યત્વે આયોડાઇઝ્ડ મીઠાની વિવિધ બ્રાન્ડોનો સમાવેશ થાય છે. જેમાં તાઝા સોલ્ટ, તરુ સોલ્ટ, અંકુર સોલ્ટ, ટાટા આયોડાઇઝ્ડ સોલ્ટ, નિર્મા શુદ્ધ સોલ્ટ, દાંડી સોલ્ટ, રિયલ રિચ સોલ્ટ, ટાટા સોલ્ટ લાઇટ અને સેફોલા સોલ્ટ પ્લસના નમૂનાઓ પરાબજાર, સંત કબીર રોડ અને કાલાવડ રોડ પરથી લેવામાં આવ્યા હતા. રિપોર્ટ આવ્યા બાદ ગુણવત્તા મુજબ આગળની કાર્યવાહી હાથ ધરાશે.



