રાષ્ટ્રીય જનતા દળના સુપ્રિમો લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલીમાં વધારો થયો છે. આજે તેમને પટણામાં આવેલી ઇડીની ઓફિસે હાજર રહેવા માટે નોટિસ મળી છે. સવારે 11 વગા્યે રાબડી આવાસથી દિકરી અને સાંસદ મીસા ભારતીની સાથે લાલૂ પ્રસાદ યાદવ ઇડીની ઓફિસ પહોંચ્યા હતા. આ દરમ્યાન તેમણે હાજર રાજદ કાર્યકર્તાઓની ભીડે લાલુ પ્રસાદને ઘેરી લીઘા અને તેમના સમર્થનમાં નારેબાજી કરવા લાગ્યા હતા. લાલૂએ તેમને શાંતિ રાખવા વિનંતી કરી હતી. ત્યાર પછી ઇડીની ઓફિસ જવા રવાના થયા હતા. ઇડીની ટીમે પુછપરછ ચાલુ કરી હતી.
જો કે, ઇડીની ઓફિસની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. જો કે, ઇડીની ઓફિસ બહાર રાજદ સમર્થકોની ભીડ ઉમટી હતી. રાજદના કેટલાક વિધાયકો પણ પહોંચ્યા હતા. સમર્થક કેન્દ્ર સરકારના વિરોધમાં નારેબાજી કરી હતી. રાજદ સમર્થકોએ આરોપ લગાવ્યો હતો કે, લાલૂ યાદવ બિમાર છે. તેમણે જાણી જોઇને હેરાન કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. જો કે, નોકરીના બદલે જમીન કૌંભાંડ કેસમાં પુછપરછ માટે લાલૂ પ્રસાદ અને તેમના પુત્ર તેજસ્વી યાદવને પુછપરછ માટે બોલાવ્યા હતા. લાલૂના 29 જાન્યુઆરી અને તેજસ્વી યાદવે 30 જાન્યુઆરીના હાજર રહેવા જણાવ્યું હતું. આજે લાલુ પ્રસાદ યાદવ કેટલાક પ્રશ્નોના જવાબ આપવા માટે ઇડીની ઓફિસ પહોંચ્યા હતા.
- Advertisement -
19 જાન્યુઆરીના નોટીસ આપવા ઇડીની ટીમ આવી હતી
આ પહેલા 19 જાન્યુઆરીના ઇડીની ટીમ રાબડી આવાસ પહોંચી હતી. એક અધિકારીએ સમનના કાગળ સોંપ્યા હતા. જેને ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવની તરફથી મેળવવામાં આવ્યા હતા. આ પહેલા પણ ઇડીની ટીમ લાલૂ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ બંન્નેને પુછપરછ માટે સમન મોકલ્યા હતા.
આ કૌંભાંડ 2004થી 2009ની વચ્ચે થયું
આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, રેલ્વે મંત્રી રહેતા લાલૂ પ્રસાદ યાદવ આ કૌંભાંડમાં સામેલ છે. આ કૌંભાંડ 2004થી 2009ની વચ્ચે થયું હતું. જયાં કેટલાય લોકો રેલ્વેના વિભિન્ન વિભાગમાં ગ્રુપ-ડીના પદ પર નોકરીઓ આપી હતી. જેના બદલામાં આ લોકોએ પોતાની જમીન તત્કાલિન રેલ્વે મંત્રી લાલૂ યાદવના પરિવારના સભ્યો અને એક સંબંધિત કંપનીના એકે ઇન્ફોસિસ્ટમના નામે કરી દીધી હતી. જમીનના બદલે નોકરીના કૌભાંડના કેસમાં રાષ્ટ્રીય જનતા દળે સુપ્રિમો લાલૂ પ્રસાદ યાદવ, પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સહિત 17 લોકોને આરોપી બનાવ્યા હતા.