ખાસ-ખબર સંવાદદાતા
બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી છેલ્લે ફિલ્મ જલેબીમાં જોવા મળી હતી. આ એક રોમાન્ટિક ડ્રામા ફિલ્મ હતી. તેની આગામી ફિલ્મ ‘ચેહરે’ રિલીઝની તૈયારીમાં છે. રૂમી ઝાફરીની આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, એનું કપૂર, ઇમરાન હાસ્મી અને ક્રિસ્ટલ ડિસુઝા સહીત અનેક મોટા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
રિયા પોતાની આ ફિલ્મની ઉત્સુકતાથી રાહ જોઈ રહી છે. તાજેતરમાં જ તેને એક ફિલ્મ ઓફર થઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે રિયા ‘મહાભારત’માં દ્રૌપદીનું પાત્ર ભજવી શકે છે. તેને આ ફિલ્મ માટે રોલ ઓફર કરવામાં આવ્યો છે.
એક અહેવાલ મુજબ, રિયા ચક્રવર્તી ટૂંક સમયમાં એક મોટા પ્રોજેક્ટમાં દ્રૌપદીની ભૂમિકા ભજવતી જોવા મળશે. અન્ય સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ તેના માટે એક મોટો પ્રોજેક્ટ હોઈ શકે છે. મહાભારતમાં દ્રૌપદીનું પાત્ર ભજવવું એક વિશિષ્ટ વાત હોઈ શકે. રિયા આ સમયે આ પ્રોજેક્ટ કરવા અંગે વિચાર કરી રહી છે. જોકે, ચર્ચા પ્રારંભિક તબક્કામાં જ છે. જણાવી દઈએ કે રિયા ચક્રવર્તી ‘બેન્ક ચોર’, ‘હાલ્ફ ગર્લફ્રેન્ડ’ અને ‘મેરે ડેડ કી મારુતિ’માં જોવા મળી હતી. આજકાલ રિયા ચક્રવર્તી ઇન્સ્ટાગ્રામ પર ઘણા જ મોટિવેશનલ કોટ્સ શેર કરતી રહે છે. બોલીવુડ અભિનેત્રી રિયા ડ્રગ્સ કેસમાં જેલની હવા ખાઈને પાછી તો આવી ગઈ છે પરંતુ સોશિયલ મીડિયા પર તેની હાજરી હવે પહેલા જેવી નથી જોવા મળી રહી. સાથે જ તેની દિનચર્યા પણ હવે પહેલા જેવી નથી રહી. ગ્લેમર વર્લ્ડ અને લાઈમલાઈટથી દૂર રિયા હવે પોતાને સમય આપવા લાગી છે અને જીવનને જાવેસરથી શરૂ કરવાના પ્રયાસો કરી રહી છે.ખાસ-ખબર સંવાદદાતા


