ઉત્તરી ઉત્તર પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા માટે આગામી બે દિવસ અને ઓડિશામાં 23 અને 24 ડિસેમ્બરે ધુમ્મસની ચેતવણી
હાલ શિયાળાની મોસમ વચ્ચે એક તરફ પહાડોમાં હિમવર્ષા થઈ રહી છે તો બીજી તરફ મેદાની વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે. સમગ્ર ઉત્તર ભારતમાં ચાલી રહેલી તીવ્ર ઠંડી વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તર અને ઉત્તર-પૂર્વના કેટલાક રાજ્યોમાં ધુમ્મસની ચેતવણી જાહેર કરી છે.આ સિવાય પહાડો પર હિમવર્ષા થઈ રહી છે. ઉત્તરાખંડના ઔલીથી લઈને જમ્મુ-કાશ્મીર અને હિમાચલ સુધીના અનેક શહેરોમાં બરફની ચાદર છવાયેલી છે. કાશ્મીરમાં ચિલ્લાઇ કલાન ચાલી રહ્યું છે અને તેના કારણે સખત શિયાળો છે. નદીઓ અને નાળાઓ પણ થીજી ગયા છે.
- Advertisement -
IMD અનુસાર આગામી 4 દિવસ દરમિયાન પંજાબના વિવિધ ભાગોમાં સવારે ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસની સંભાવના છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન હરિયાણાના વિવિધ ભાગોમાં સવારે ગાઢ ધુમ્મસની સ્થિતિની ચેતવણી પણ આપી છે. આ ઉપરાંત ઉત્તરી ઉત્તર પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા માટે આગામી બે દિવસ અને ઓડિશામાં 23 અને 24 ડિસેમ્બરે ધુમ્મસની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.
दैनिक मौसम परिचर्चा (22.12.2023)
YouTube : https://t.co/XsjDvcwiuR
Facebook : https://t.co/h39Xr8ofgU#imd #india #Fog #snowfall #Punjab #Haryana #Nagaland #manipur #Mizoram #Tripura #odisha #rajasthan #Uttarpradesh@moesgoi @DDNewslive @ndmaindia @airnewsalerts pic.twitter.com/RYjHzhiw0y
- Advertisement -
— India Meteorological Department (@Indiametdept) December 22, 2023
આ ઉપરાંત ઉત્તરી ઉત્તર પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા માટે આગામી બે દિવસ અને ઓડિશામાં 23 અને 24 ડિસેમ્બરે ધુમ્મસની ચેતવણી જાહેર કરાઇ છે. જેના કારણે વિઝિબિલિટી 200 મીટરથી ઓછી રહી શકે છે. રવિવારે પણ સવારે મધ્યમ ધુમ્મસની અપેક્ષા છે.
સ્કાયમેટ વેધર અનુસાર આગામી 2 દિવસ દરમિયાન ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, લદ્દાખ, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હળવોથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. ઉત્તરાખંડમાં 23 અને 24 ડિસેમ્બરે હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ, તમિલનાડુ, કેરળ અને લક્ષદ્વીપમાં હળવો વરસાદ થઈ શકે છે.