ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી, પરિવાર ભાવના સાથે અમે રહી છીએ: પ્રદેશ અધ્યક્ષની અનુમતિ બાદ જ પત્રકારો સમક્ષ નિવેદન આપું છું
પાર્ટીને શોભે તે રીતે મારો વ્યવહાર હતો: સાંસદ પૂનમ માડમની ઑફિસે પત્રકારો સાથે વાતચીત દરમ્યાન મેયર બીનાબેન કોઠારી અને શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા હાજર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જામનગરમાં હાલ એક પ્રકારે રાજકીય વાવાઝોડુંનું વંટોળ ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પોતાની પાર્ટીને શિષ્ટબધ્ધ ગણાવતા ભાજપના કાર્યકરો તથા નેતાઓ છેલ્લી 24 કલાકથી શહેરમાં બનેલી ઘટનાથી સ્તબ થઈ ગયા છે. બે મહિલા નેતાઓ વચ્ચેનો જૂથવાદ જે ક્યાંક ચૂંટણી સમયથી ચાલી રહ્યો હતો તે હવે સપાટીએ પહોંચ્યો હોય એવું લાગે છે.
ગઈકાલે જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત શહીદ સ્મારક ના લોકાર્પણ નિમિત્તે એક જ સ્થળે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્યો રિવાબા જાડેજા તથા દિવ્યેશ અકબરી, ભાજપ શહેર પ્રમુખ વિમલ કગથરા, ઉપરાંત મહાનગરપાલિકાના પદ અધિકારીઓ અધિકારીઓ અને સેનાના જવાનો તથા અધિકારીઓ ઉપસ્થિત હતા. આ કાર્યક્રમ દરમિયાન શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા મુદ્દે થયેલ શાબ્દિક માથાકૂટ ખૂબ જ લાંબી ચાલી અને ધારાસભ્ય રિવાબા જાડેજાના તુરંત નિવેદન બાદ મોડી રાત્રે સાંસદ પૂનમબેન માડમે મૌન તોડ્યું હતું.
ધારાસભ્ય રિવાબાએ સમગ્ર ઘટનાને સ્વમાનની વાત હોવાનું ગણાવ્યું હતું. શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા વખતે સાંસદ પૂનમબેન માડમે પગમાં ચપ્પલ પહેર્યા હતા પરંતુ ત્યારબાદ ધારાસભ્ય રિવાબાએ જ્યારે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી તે સમયે ચપ્પલ ઉતારીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ત્યારબાદ અન્ય જેટલા પણ લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેઓએ પણ આ રિવાબાની જ જેમ પગરખા ઉતારી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ તકતીના કાર્યક્રમ દરમિયાન રિવાબાના નિવેદન મુજબ સાંસદ માડમ એવું બોલ્યા કે અમુક લોકો ઓવર સ્માર્ટ થાય છે કે તેઓએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા વખતે ચપ્પલ કાઢ્યા કારણકે રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન પણ શહીદોને શ્રદ્ધાંજલિ દરમ્યાન ચપ્પલ – શૂઝ ઉતારતા નથી.
- Advertisement -
આ સમગ્ર ઘટનાના અંદાજિત 10 કલાક બાદ મોડી સાંજે સાંસદ પૂનમબેન માડમ એ મૌન તોડ્યું અને પત્રકારો સમક્ષ તેની પ્રતિક્રિયા આપી. સાંસદ પૂનમ માડમ એ કહ્યું કે, શહીદોને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ અને શહીદ સ્મારકનું લોકાર્પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત અને મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો. તેઓ ફક્ત એક સંસદના રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા મુજબ આઝાદી કા અમૃત પર્વની ઉજવણી સંદર્ભે મેરી મિટ્ટી મેરા અભિમાન અંતર્ગત શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પહોંચ્યા હતા. પત્રકાર પરિષદમાં મેયર બીનાબેનનો બચાવ કર્યો અને આ ઉપરાંત તેમને મોટા બેન ગણાવતા સાંસદ પૂનમ માડમ. પુનમ બેને કહ્યું કે, મેયર ખૂબ જ કર્મઠ કાર્યકર છે, શહેરના પ્રથમ નાગરિક છે, અને તેમના અધ્યક્ષ સ્થાનમાં જ કાર્યક્રમ હતો. તેઓનો પરિવાર જનસંઘથી જોડાયેલો છે.



