‘મા કા અપમાન અબ નહીં સહેગા હિન્દુસ્તાન’
વિશાળ સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો રહ્યા ઉપસ્થિત : ધરણા બાદ જિલ્લા કલેક્ટરને પાઠવાયું આવેદન
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદર જિલ્લા ભાજપ અને મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી પર કોંગ્રેસના નેતાઓએ કરેલી અભદ્ર ટિપ્પણી સામે સુદામાચોક ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
ધરણા કાર્યક્રમ બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે માતૃદેવો ભવ: આપણી સંસ્કૃતિ છે, છતાં વડાપ્રધાનના માતાનું અપમાન કરવું અત્યંત નંદનીય છે. બિહારમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા થયેલી આ ટિપ્પણીને લઈને ભાજપના આગેવાનો તથા કાર્યકરોએ તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધી માફી માંગો, જિશે દી હૈ ગાલી, વો કોંગ્રેસ કો કરો ભારત સે ખાલી જેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.
આ વિરોધ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ મીતાબેન થાનકી, મહામંત્રી સવિતાબેન કુહાડા, શહેર મહિલા મોરચા પ્રમુખ ભારતીબેન ચામડીયા, પ્રદેશ કારોબારી સભ્ય જસવિંદર કૌર, જ્યોતિબેન મસાણી, લીલાબેન મોતીવરસ, ગીતાબેન કાણકિયા, સરોજબેન કક્કડ, ખ્યાતિબેન લોઢારી, દક્ષાબેન ભદ્રેચા, નિર્મળાબેન કોટિયા, પ્રજ્ઞાબેન ચૌહાણ સહિત મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, મહામંત્રી નિલેષભાઈ બાપોદરા, નરેન્દ્રભાઈ કાણકિયા, રામદેવભાઈ મોઢવાડીયા, આવડાભાઈ ઓડેદરા, ધર્મેશભાઈ પરમાર, લક્કિરાજસિંહ વાળા, ગીગનભાઈ બોખીરીયા, નિલેષભાઈ ઓડેદરા, કપિલભાઈ કોટેચા, મહેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ગોહિલ, વિશાલભાઈ મઢવી, અજયભાઈ બાપોદરા, વિજયભાઈ બાપોદરા, નિલેષભાઈ જોષી, પ્રતાપભાઈ કેશવાલા, જયેશભાઈ કારાવદરા, સુરેશભાઈ સિકોતરા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.