બાયોડાયવર્સિટીના નુકસાન અંગે કેમ્બ્રિજ યુનિવર્સિટીનું ચોંકાવનારું તારણ
ખાસ-ખબર સંવાદદાતા
ક્લાઈમેટ ચેન્જના કારણે દુનિયામાં પર્યાવરણ, ખેતી પર અસર થાય છે તે એકદમ પ્રચલિત માન્યતા છે. જોકે, ક્લાઈમેટ ચેન્જ કે બાયોડાયવર્સિટીના વિનાશથી ભારત અને ચીન સહિત અનેક દેશો પર નાદારી તરફ ધકેલાવાનું જોખમ તોળાઈ રહ્યું હોવાનો એક અહેવાલમાં દાવો કરાયો છે. આ અહેવાલ મુજબ ક્લાઈમેટ ચેન્જના કારણે માત્ર વિકાસશીલ દેશો જ નહીં અમેરિકા જેવા વિકસિત દેશોની સમસ્યા પણ વધી શકે છે.