પાંચ મહિના પહેલા ઋષભ પંત રોડ એક્સિડન્ટમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. હાલમાં બેટ્સમેન, વિકેટકીપર ઋષભ પંત ઝડપથી રિકવરી કરી રહ્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લા દિવેસ ટાર્ગેટનો પીછો કરતા વિરાટ કોહલી, આજિંક્ય રહાણે અને રવિન્દ્ર જાડેજાની વિકેટ પણ પડી ગઈ હતી. ભારતીય ક્રિકેટર ઋષભ પંતે એક વિડીયો પોસ્ટ કર્યો છે, જે જોઈને ભારતીય ટીમ અને ફેન્સમાં આશા જોવા મળી શકે છે.
- Advertisement -
પાંચ મહિના પહેલા ઋષભ પંત રોડ એક્સિડન્ટમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. ભારતીય સ્ટાર બેટ્સમેન, વિકેટકીપર ઋષભ પંત ઝડપથી રિકવરી કરી રહ્યા છે. હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબેલિટેશનની પ્રક્રિયામાંતી પસાર થઈ રહ્યા છે. જ્યાં NCAની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ સારવાર મેળવી રહ્યા છે.
Rishabh pant on a recovery mode …. pic.twitter.com/HAm1A8ipWx
— Ankit (@ankitmahato23) June 14, 2023
- Advertisement -
ઋષભ પંતની ફિટનેસ અપડેટ
ઋષભ પંતે સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વિડીયો શેર કરીને ફેન્સને ફિટનેસની અપડેટ આપી છે. 25 વર્ષીય ઋષભ પંતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરી, જેમાં તેઓ NCAમાં ટ્રેનર સાથે ઘુંટણની એક્સરસાઈઝ કરી રહ્યા હતા. ઋષભ પંતે એક લાકડી પકડી હતી અને તેના સહારે ‘લંજેસ’ કરી રહ્યા હતા. ઘુંટણમાં સૌથી વધુ ઈજા થવાને કારણે દુખાવો થઈ રહ્યો છે. આ કારણોસર એક્સરસાઈઝ દરમિયાન પણ કણસતા જોવા મળી રહ્યા છે.
ઋષભ પંતે વધુ એક વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં તેઓ સીડીઓ ચઢતા જોવા મળી રહ્યા હતા. અગાઉ ઋષભ પંતની જૂની ક્લિપ હતી, જેમાં તેમને સીડીઓ ચઢવામાં મુશ્કેલી થઈ રહી હતી, ત્યારબાદ તેઓ કોઈપણ પરેશાની વગર સીડીઓ ચઢી રહ્યા છે. આ વિડીયો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ‘ઘણી વાર સાધારણ વસ્તુ કરવી પણ સરળ નથી હોતી.’
View this post on Instagram
ઋષભ પંતની ફરી સર્જરી કરવામાં નહીં આવે
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ઋષભ પંતે હવે કોઈ સર્જરી કરાવવાની નહીં રહે. આ વર્ષની શરૂઆતમાં મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં તેમના જમણા પગના ઘુંટણની સર્જરી કરવામાં આવી હતી. રિપોર્ટમાં જદણાવવામાં આવ્યું હતું કે, ઋષભ પંતની ખૂબ જ સારી રીતે રિકવરી થઈ રહી છે.