-સંસદમાં સાંસદો વચ્ચે થઈ હાથોહાથની મારામારી
યુરોપીય દેશ કોસોવોની સંસદમાં વિપક્ષી સાંસદે વડાપ્રધાન અલ્બિન કુર્તી પર પાણી ફેંકતા સંસદમાં હંગામો થઈ ગયો હતો અને હાથોહાથની જોરદાર લડાઈ થઈ ગઈ હતી.
- Advertisement -
આ ઘટના ત્યારે બની જયારે પીએમ કુર્તી દેશના ઉતરમાં જાતિય સર્બોની સાથે તનાવ ઓછો કરવા માટે સરકાર તરફથી કરવામાં આવતા ઉપાયોનાં બારામાં બોલી રહ્યા હતા.
કોસોવોના વિપક્ષી દળોએ ઉતરી વિસ્તારમાં કુર્તીની નીતિઓની ટીકા કરી છે. જેથી મુખ્ય પશ્ર્ચિમી સહયોગીઓ સાથેના સંબંધો તનાવપૂર્ણ બની ગયા છે.
- Advertisement -
કુર્તીને એસેમ્બલી હોલમાંથી બહાર લવાયા
સંસદમાં બબાલ થતા પીએમ કુર્તીને એસેમ્બલી હોલમાંથી બહાર લઈ જવામાં આવ્યા હતા.કુર્તીએ કહ્યું હતું કે તે પોલીસ અને નવા જાતિય અલ્બાનિયાઈ મેયરોની તૈનાતીની સાથે ઉતરી કોસોવોમાં કાયદો અને વ્યવસ્થા લાગુ કરી રહ્યા છે.