યાર્ડમાં રૂા.8થી રૂા.180ના કિલોએ વેંચાતા શાકભાજી, ટમેટાં, કાકડી, બીટ, પરવરનો રૂા.40થી 35 ભાવ બોલાયો: શિયાળો જામતા શાકભાજીની આવક વધી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શિયાળાએ રફતાર પકડી છે અને જામતો જાય છે ત્યારે યાર્ડમાં લીલા શાકભાજીની આવક પણ વધવા લાગી છે. પરંતુ કેટલાક શાકભાજી સસ્તી મળી હી છે તો કેટલીક શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. રાજકોટ યાર્ડમાં રીંગણા રૂા.8, ફલાવર રૂા.12 તો કોબીજ રૂા.20નું કિલો મળી રહ્યું છે જયારે સરગવો રૂા.180, વટાણા રૂા.70, ચુરણ રૂા.60 અને લીંબુ રૂા.55ના કિલોએ વહેંચાયું હતું.હાલ લગ્નગાળાની સિઝન ચાલી રહી છે અન શિયાળો પણ જામતો જાય છે ત્યારે શિયાળાની મોસમમાં મોટાભાગની લીલોતરી શાકભાજી સસ્તી હોય છે પરંતુ લગ્નપ્રસંગમાં જેનો સૌથી વધુ જમણવાર થાય છે તેવી ઉંધીયાની આઇટમો મોંઘી જોવા મળી રહી છે. જેમાં વટાણાના એક કિલોનો ભાવ રૂા.70, સરગવો રૂા.180, લીંબુ રૂા.55, ચુરણ રૂા.60નું મળી રહ્યું છે ત્યારે ખુલ્લી બજારમાં આ તમામ શાકભાજીના ભાવ રૂા.200ને આંબી ગયા છે. જેથી સ્થાનિક બજારમાં શાકભાજી ખરીદતા લોકો કચવાટ અનુભવી રહ્યા છે.શિયાળાની સિઝનમાં રિંગણાનો ઓળો અને કોબીજનું સલાડ વધારે ખવાતુ હોય છે. જેના શીખનો માટે સારા સમાચાર છે. રાજકોટ યાર્ડમાં આજે કિલો રિંગણાનો રૂા.8 અને કોબીજનો રૂા.12માં સોદો થયો હતો
- Advertisement -
અને બીટ રૂા.30ના ભાવે વેંચાયુ હતું.ગાજરનો પણ રૂા.30માં સોદો થયો હતો. જેથી સલાડના શોખીનો એ રાહત અનુભવી હતી. પરંતુ યાર્ડમાં સસ્તા વેંચાતા શાકભાજી લોકલ બજારમાં આવતા મોંઘાદાટ થઇ રહ્યા છે. સ્થાનિક બજારમાં ભાવને લઇને દૈનિક દેકારો થઇ રહ્યો છે અને સામાન્ય વર્ગ કયારેક શાકભાજી ખરીદવાનું પણ ટાળી રહ્યા છે.યાર્ડમાં આજે વાલોરની 90, ટીંડોળાની 173, કારેલા 398, સરગવો 32, તુરીયા 310, પરવર 72, કાકડી 487, ગાજર 173, વટાણા 53, તુવેરસીંગ 75, ગલકા 357, બીટ 120, લીંબુ 310, ટમેટા 1038, સુરણ 47, કોથમરી 547, મુળા 29, રીંગણા 264, કોબીજ 472, ફલાવર 427, ભીંડો 417, ગુવાર 280 અને ચોળાસીંગની 178 કવીન્ટલ આવક થઇ હતી. સૌથી વધારે માંગ રીંગણા અને વટાણાની રહી હતી.સામાન્ય લોકો માટે ડુંગળી અને બટેટાને આશિર્વાદ રૂપ ગણવામાં આવે છે. યાર્ડમાં આજે બટેટાની 3000 અને ડુંગળીની 21000 કિવન્ટલની આવક થઇ હતી પરંતુ આજે ડુંગળી કરતા બટેટા મોંઘા વેંચાતા હતા જેમાં બટેટાના 20 કિલોના રૂા.700 અને ડુંગળીની રૂા.635માં હરરાજી થઇ હતી. યાર્ડમાં કિલોના ભાવે ડુંગળી કરતા બટેટા રૂા.3 મોંઘા વેંચાયા હતા.શાકભાજીના વેપારીઓએ જણાવ્યું હતું કે ઠંડીની શરૂઆત થોડી મોડી થવાથી શાકભાજીની આવક પણ મોડી થઇ હોવાથી શાકભાજીના ભાવ ઉપર અસર દેખાઇ રહી છે. પરંતુ હાલ શિયાળએ ગતિ પકડતા શાકભાજીના ભાવમાં હજી ઘટાડો થવાની અને આવકમાં વધારો થવાની શકયતાઓ છે.
શાકભાજી ભાવ (20 કિલો)
વટાણા -1400
સરગવો- 3600
લીંબુ- 1100
સુરણ- 1200
ગુવાર -1000
તુરીયા -800
કાકડી -800
ટમેટા 800
રીંગણ -160
ફલાવર -240
કોબીજ- 400
બીટ -600