રેસકોર્સ, માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડ સહિત 5 સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના રેસકોર્ષ રીંગરોડ ઉપર દિવાળી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રંગોળી સ્પર્ધા, ભવ્ય આતશબાજી, લેઝર-શો, લાઇટીંગ ડેકોરેશન, મ્યુઝીકલ બેન્ડ જેવી વિવિધ પ્રવૃત્તિઓ થનાર હોય તેમજ તા.17થી રેસકોર્ષ રીંગ રોડ ફરતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હોય આ રંગોળી સ્પર્ધામાં રાજકોટ શહેરમાંથી ખુબજ મોટા પ્રમાણમાં લોકો જોવા આવતા હોય છે જેથી ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે રેસકોર્ષ રિંગ રોડની અંદરનો રોડ વન વે જાહેર કરવામાં આવ્યો છે તેમજ પાંચ સ્થળોએ વાહન પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
- Advertisement -
પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં જણાવ્યું હતું કે તારીખ 16થી રિંગ રોડ ઉપર દિવાળી કાર્નિવલનો પ્રારંભ થયો છે જે આગામી 20 તારીખ સુધી ચાલશે અહીં લાઇટિંગ, રંગોળી, લેઝર શો, રેસકોર્ષમાં આતશબાજી સહિતનું આયોજન કરવામાં આવ્યું છે આ દિવાળી કાર્નિવલમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે જેથી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે આયોજનના ભાગરૂપે રિંગ રોડ ફરતે અંદરનો રોડ વનવે જાહેર કરવામાં આવ્યો છે તમામ વાહનો બહારના રોડ ઉપરથી જ આવજા કરી શકશે રંગોળી સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકો પણ પોતાના વાહનો અંદર લઇ જઈ શકશે નહિ તેમજ લોકોને પાર્કિંગ માટે 5 સ્થળોએ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, એથ્લેટિક ગ્રાઉન્ડ, બાલભવનથી આર્ટ ગેલેરી સુધી, આમ્રપાલી ફાટકથી એરપોર્ટ ફાટક સુધી રેલવે ટ્રેક સાઈડ અને રેસકોર્ષ મેળા
ગ્રાઉન્ડનો સમાવેશ થાય છે.