દિલ્હી હાઈકોર્ટે જર્મની
જઈ ચૂકેલી મહિલાને તેની બાળકીને પિતા અને
દાદા-દાદીને મળવા દેવાનો આદેશ કર્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.1
દિલ્હી હાઈકોર્ટે પોતાના એક આદેશમાં કહ્યું હતું કે, દાદા-દાદીનો પૌત્ર કે પૌત્રી પર એટલો જ હક હોય છે, જેટલો માતા-પિતા કે અન્ય સંબંધીઓમાં હોય છે. હાઈકોર્ટે આ ટિપ્પણી એક મહિલાને તેની ચાર વર્ષની બાળકીની દાદા-દાદી સાથે વિડીયો કોલ પર વાત કરાવવાનો આદેશ આપતા કરી હતી. ન્યાયમૂર્તિ પ્રતિભા એમ. સિંહ અને ન્યાયમૂર્તિ અમિત શર્માની પીઠે બાળકીની માને કહ્યું હતું કે, તે બાળકીના ડોકયુમેન્ટમાંથી પિતાનું નામ ન હટાવે. બાળકી બેશક તેની સાથે છે પણ તેની રાષ્ટ્રીયતા ભારતીય જ રહેવી જોઈએ. કારણ કે પિતા ત્યાંના નાગરિક છે. પિતાના હકમાં ફેસલો આપતા પીઠે કહ્યું હતું કે, તે તેની માસૂમ બાળકીને મળવા માટે જર્મની જઈ સાથે સાથે દાદા-દાદી સાથે બાળકીની વિડીયો કોલ દ્વારા દરરોજ વાત કરાવવામાં આવે, જયારે પણ મહિલા દીકરી સાથે ભારત આવશે. તે પિતા અને દાદા-દાદી સાથે સમય વ્યતીત કરશે.મહિલા પોતાની ચાર વર્ષની દીકરી સાથે જર્મની ચાલી ગઈ હતી.
- Advertisement -
પિતાએ દીકરીને રજૂ કરવા માટે હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી. પીઠે નિર્ણય આપ્યો હતો કે બાળકી ખૂબ જ નાની છે, આ સ્થિતિમાં તેને મા સાથે રહેવા દેવામાં આવે, માને સૂચના આપી કે બાળકીને પિતા કે દાદા-દાદીથી દુર ન કરવામાં આવે.હાઈકોર્ટે ભાવુક ટિપ્પણી કરતા કહ્યું હતું- પૌત્ર-પૌત્રી સાથે દાદા-દાદીનો લગાવ તેના સંતાનથી પણ વધુ હોય છે. જેવી રીતે માતા-પિતા પોતાના બાળકોથી દુરી સહન નથી કરી શકતા, આવી ભાવના દાદા-દાદીની પણ હોય છે એટલે તેમના અધિકારો સામે આંખ આડા કાન ન કરી શકાય.